ધરપકડ:પેરોલજમ્પ કરીને ભાગેલો મીરાપોરનો કેદી ઝડપાયો, હત્યાના કેસમા આજીવન કેદની સજા થઇ હતી

નેત્રંગએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વચગાળાના જામીન લીધા બાદથી ફરાર હતો

વાલિયા તાલુકાના મીરાપુર ગામના સાબરીયા ખાતેથી ખૂનના ગુનામાં આજીવન કેદનો આરોપી પેરોલની રજા પરથી ફરાર થતા પોલીસે ઝડપી પાડ્યો હતો. ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ નાસ્તા ફરતા આરોપી અને પેરોલ જમ્પ,વચગાળાના જામીન પરથી ફરાર થયેલ આરોપીઓને ઝડપી પાડવાના પેટ્રોલિંગ દરમિયાન વાલિયા પોલીસ મથકના મર્ડરના નો આરોપી વચગાળાના જામીન પરથી ફરાર થયેલ આરોપી તાલુકાના મીરાપુર ગામના સાબરીયા વડ ફળિયામાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કોર્ડ પોલીસે મીરાપુર ગામમાં દરોડા પાડ્યા હતા અને જામીન પરથી ફરાર થયેલ આરોપી જયેશ વસાવાને ઝડપી પાડી વાલિયા પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...