તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસ્તાના ખસ્તા હાલ:ત્રણ કિમીનો રસ્તો કાપવા માટે લોકોનો પોણો કલાક બરબાદ

નેત્રંગ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેત્રંગ તાલુકાના બામલ્લા-તાડ કંપનીના રસ્તાના ખસ્તા હાલ

નેત્રંગના બામલ્લાકંપની અને તાડકંપની ગામનો રસ્તો બિસ્માર છે. વર્ષ 2004 -05 માં મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત રોડ બન્યો હતો. આજે 15 વર્ષ નો સમય થવા આવ્યો છતાં રોડ ની હાલત ખસ્તા છે. 3 કિમિના રોડ પર મસમોટા પથ્થરોનું સામ્રાજ્ય ફેલાયેલું છે. ચોમાસા ની ઋતુ માં આ રસ્તા પર થી ગાડી પસાર કરવું અઘરું બને છે. ઘણીવાર ચોમાસા દરમ્યાન રોડ પર અવરજવર માટે રોડ બન્ધ કરવાની પરિસ્થિતિ ઉભી થાય છે.

આમ, 15 મિનિટનું અંતર પસાર કરવા અડધાથી પોણો કલાક જેટલો સમય લાગે છે. આમ, ઇમરજન્સીના સમયે એક હજાર ઉપરાંત ની વસ્તી ધરાવતા બામલ્લાકંપની અને તાડકંપનીની પ્રજા ને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવે છે.

આમ, વહેલી તકે આ રોડ બનવવાની માંગ ગ્રામ જનો કરી રહ્યા છે. આવનારા સમયમાં રોડ જલ્દી ન બનવવા માં આવે તો આવનારી ચૂંટણી નો બહિષ્કાર કરી જલદ આંદોલન કરવાની ચીમકી લોકો એ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...