તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:શાળાઓ શરૂ થઈ પણ વાહન નહીં મળતાં વિદ્યાર્થીઓની ટ્રકમાં સફર, ગામડાઓમાં ટ્રાસ્પોર્ટેશનની સુવિધાના અભાવે સ્કૂલે પહોંચવું મુશ્કેલ

નેત્રંગ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વાલિયાના વાડી રોડ ઉપર આવેલા ગામોના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

કોરોના કાળ બાદ ધોરણ 9 થી 12ની સ્કૂલો ફરી ચાલું થઈ છે. બીજી તરફ વાલિયા તાલુકાના વાલિયાથી વાડી રોડ ઉપર આવેલા ગામડાંઓ માટે ટ્રન્સપોર્ટની અસુવિધાને कारणे કારણે બાળકો રેતી ભરેલી ટ્રકની ઉપર જીવના જોખમે જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યાં છે. આ રૂટના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ સમય અનુસાર સરકારી બસની વ્યવસ્થા ઉભી કરવી જરૂરી છે.

રાજપરા ગામથી વાલિયા રોડ ઉપર આવેલા ગામના વિદ્યાર્થીઓ ડેહલી અને વાલિયા ખાતે શિક્ષણ માટે અપડાઉન કરે છે. જ્યાં વાલિયા તાલુકાના રાજપરા, પેટિયા, મોખડી, ઘાટા , કદવાલી, રામપરા, વડ ફડિયા, જબુગામ ઉપરાંત ના ગામડાંઓ આવેલા છે. આ ગામડાં ના વિદ્યાર્થીઓ ને ડેહલી ગામ અથવા વાલિયા ખાતે શિક્ષણ માટે લંબાવવું પડતું હોય છે. ધોરણ 8 પછીના ધોરણ માટે ફરજીયાત ગામથી દુર શિક્ષણ માટે જવું પડતું હોય છે. આ બધાં ગામડાંના બાળકો માટે યોગ્ય સમયે ટ્રન્સપોર્ટની સુવિધા ન હોવાથી બાળકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો