તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોષણક્ષમ આહાર:સગર્ભાઓ અને કિશોરીઓમાં હિમોગ્લોબીનની ઉણપને નાથવા ઇનોવેશન કિચન ગાર્ડન પ્રોજેક્ટ

નેત્રંગ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇનોવેશન પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ - Divya Bhaskar
ઇનોવેશન પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ
  • વાલિયાની 117 આંગળવાડીમાં ઇનોવેશન પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાશે

કિશોરી અને સગર્ભા બહેનોમાં મોટાપાયે એનિમિયાની ઉણપ જોવા મળતી હોય છે. જેથી હિમોગ્લોબીનની ઊણપ કિશોરી અને સગર્ભા બહેનોમાં સર્જાતી હોય છે. હિમોગ્લોબીનની ઊણપ અટકાવવા માટે વાલિયા તાલુકા ની 117 ને જેટલી આંગડવાડીમાં ઇનોવેશન પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ઇનોવેશન પાયલોટ પ્રોજેક્ટના શુભારંભ માટે વાલિયા તાલુકાની 117 જેટલી આંગડવાડીઓમાં લોખંડની કઢાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત આંગળવાડીમાં કિચન ગાર્ડનને વિકસાવી પોષણક્ષમ આહારના ફાયદા અને પોષણ વિશેની સમજણ આપવામાં આવી હતી.

આગળવાડીઓમાં કિચનગાર્ડન વિકસાવી ઈચ્છા અનુસાર શાકભાજી મળે તેવા પ્રયાસો થાય એ માટે પ્રયત્ન કરવામાં આવ્યા. તે ઉપરાંત એનિમિયા ની સારવાર અને તેને અટકાવવા કેવા પ્રકારની કાળજી લેવી જોઈએ એ તમામ પ્રકારની માહિતી કિશોરીઓ અને સગર્ભા મહિલાઓને આપવામાં આવી હતી.

કુપોષિત બાળકોને પૂરતા પોષકતત્વો મળે તેવો પ્રયાસ
ઇનોવેશન પાયલોટ પ્રોજેક્ટનો અંતર્ગત ગત વર્ષે શાકભાજી અને ફળાઉ રોપા તમામ આગડવાડીઓમાં વિતરણ કરાયા હતા. જે હવે વિકસિત થઈ ગયા છે. કિચનગાર્ડન વિકસાવી ઈચ્છા અનુસાર શાકભાજી અને ફળ મળે તેવા પ્રયાસો આ પ્રોજેક્ટ હેઠળ કરાયા છે. બાળકો કિશોરી અને સગર્ભા મહિલાઓ ને પૂરતા પ્રમાણમાં પોષકતત્વો મળી રહે તેમજ એનિમિયા અને કુપોષણને અટકાવી શકાય તે આ પ્રોજેક્ટનો મૂળ હેતુ છે .

અન્ય સમાચારો પણ છે...