તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્થાનિક રાજકારણમાં હડકંપ:વાલિયામાં BTPના 150થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ પહેર્યો

નેત્રંગ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીટેક્નિક કોલેજના હોલમાં કાર્યક્રમ યોજાયો

સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓ અને ત્યાર બાદ વિધાન સભાની ચૂંટણી આવી રહી છે ત્યારે જુદી જુદી પાર્ટીઓમાંથી કાર્યકર્તાઓ અને ગામના સરપંચોને પોતાની પાર્ટીમાં જોડાવવા માટે હોડ જામી છે. તેવા સમયે BTP પાર્ટી માંથી અસંતોષ પામેલાં આગેવાનો અને કાર્યકરો BTPમાંથી કોંગ્રેસમાં જોડાતા જીલ્લાના રાજકારણમાં રાજકીય હડકંપ મચ્યો હતો.

વાલીયાની પોલીટેક્નિક કોલેજના હોલ ખાતે કોંગ્રેસની ગુરૂવારે કારોબારી બેઠક મળી હતી. બેઠકમાં બિટીપીના 150થી વધુ કાર્યકર્તાઓએ કોંગ્રેસનો ખેસ પહેરી બિટીપીને અલવિદા કહ્યું હતું. મંગળવારે થયેલી સભાએ જીલ્લા ના રાજકારણમાં રાજકીય હડકંપ મચ્યો હતો.

સૂત્રોના અહેવાલ પ્રમાણે વાલિયા તાલુકાના પંચાયતના સભ્ય વિજય વસાવા, પુર્વ ટર્મના BTPના માજી ઉપપ્રમુખ બાબુ સોમજી ભમાડીયા ગામ તેમજ ન્યાય સમિતિ અઘ્યક્ષ વિજય વસાવા લુણા ગામ અને ફતેસિંહ વસાવા ધારોલી ગામનાં સક્રિય કાર્યકર સહિત ત્રણ ગામનાં સરપંચો કોંગ્રેસમાં જોડાયાના અહેવાલ સાંપડ્યા હતાં. આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા તુષાર ચૌધરી,જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા,કાશ્મીરાબેન અંરવિદ દોરાવાલા,સંદિપસિંહ માંગરોલા,શેરખાન પઠાણ, માનસિગ ડોડીયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...