બે વ્યક્તિઓ ઘાયલ:વાંદરવેલી ગામે કપિરાજનો આતંક, ઉશ્કેરાઇ બે લોકો ઉપર હુમલો કર્યો

નેત્રંગએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજપીપળા સિવિલમાં ખસેડાયાં

નેત્રંગના વાંદરવેલી ગામે શનિવારે સવારે રાહદારી લોકો ઉપર અચાનક કપિરાજે હૂમલો કર્યો હતો. હુમલો કરતા ઘાયલ લોકોને સારવાર અર્થે નેત્રંગ બાદ રાજપીપળા ખસેડવામા આવ્યાં હતા. શનિવારે સવારના સમયે વાંદરવેલી ગામથી નેત્રંગ તરફ આવતા રાહદારી માર્ગ ઉપર અગમ્ય કારણોસર કપિરાજે હુમલો કરતાં બે જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા હતા.

આ ધટનાની જાણ વાંદરવેલી સરપંચ રણછોડ વસાવા એ ફોરેસ્ટ વિભાગને કરી હતી. ત્યાં તુરંત ફોરેસ્ટ વિભાગે ટેકનિકલ રીતે પાંજરું ગોઠવી કપિરાજને રેશક્યું કરવાની કોશિશ કરી હતી. પણ થોડાં સમય બાદ અચાનક કપિરાજ વધુ ઉશ્કેરાતા ત્યાંથી પસાર થતા લોકો ઉપર હૂમલો કરવા માડ્યો હતો. અને આ રાહદારી માર્ગ ઉપર મોટર સાઇકલ લઈ પસાર થતાં ઘાંનીખુટના રહેવાસી ગોવિંદ વસાવાને ધાયલ કરી દીધો હતો.

આ ઘાયલ વ્યકિતને પણ સારવાર અર્થે નેત્રંગ બાદ રાજપીપળા ખસેડવામાં આવ્યો હતો. આ ધટના બાદ વધુ લોકો કપિરાજનો શિકાર ન બને એ માટે ફોરેસ્ટર વિભાગે ઇમરજન્સી રેશ્ક્યું ટીમને બોલાવવી પડી હતી. અને કાંડીપાડા રેન્જના સુટર સ્પેયાલિસ્ટ આર. એસ. ગોહિલને બોલાવવી ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખીને કપિરાજને બેહોશ કરવામા આવ્યો હતો. જ્યાંથી કપિરાજ ને પાંજરે પૂરી સરકારી વાહનમાં નેત્રંગ ફોરેસ્ટ વિભાગની કચેરીએ લાવવામાં આવ્યો હતો.

કપિરાજને બેહોશ કરી પાંજરે પૂર્યો
કપિરાજ વધુ ઉગ્ર બનતાં અછાજતિ ઘટના ન બને એ માટે ઇમરજન્સી રેશકયું ટીમને બોલાવી સાર્પ સૂટરની મદદ લેવાઇ હતી. જેને થોડાં સમય માટે બેહોંશ કરી કપિરાજને પાંજરે પુરવો પડયો હતો. અને જ્યાં થોડાં દિવસ નિગરાનીમાં રાખવામાં આવશે. - એસ. યું. ઘાંચી, ફોરેસ્ટ વિભાગ નેત્રંગ.

અન્ય સમાચારો પણ છે...