તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ:ડિજિટલ યુગમાં લોકો મતદાર યાદી સુધારણાથી હજી અજાણ

નેત્રંગ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેત્રંગમાં BLO દ્વારા કામગીરી કરવામાં આવી

રવિવારે નેત્રંગ ટાઉનમાં 8 જેટલા જુદા જુદા એકમો ઉપર મતદાર યાદી સુધારણા કાર્યક્રમની કામગીરી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત નેત્રંગ ટાઉનમાં આવેલી એમ. એમ. ભક્ત હાઈસ્કૂલમાં મતદાન યાદી સુધારણાને લગતી વિધિધ કામગીરી કરવામાં આવી હતી. 18 વર્ષે પુરા થયા હોય એવા યુવાન યુવતી ઓ મોટા પ્રમાણમાં હાજરી આપી કામગીરી નો લાભ લીધો હતો. જ્યારે બુથ લેવલે સોશિયલ ડિસ્ટનીગ માટે ખાસ કાળજી રાખવામાં આવી હતી.

મતદાર યાદી સુધારણા ઝુંબેશ 15 મી ડિસેમ્બર સુધીમાં ચલાવવામાં આવશે. ચાલુ વર્ષે સરકારે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી લોકો માટે અલાયદી અને વિશેષ સિવિધા ઉભી કરી છે. જ્યાં મતદાર યાદીમાં આવતા નામની ચકાસણી માટે ટોલ ફ્રી નંબર 1950 અને SMS સહિતની હાથવગી અલાયદી વ્યવસ્થા સરકારે કરી છે. જ્યારે વોટર હેલ્પલાઇન મોબાઈલ એપ્લિકેશનના ઉપર વોટર કાર્ડની તમામ ડિટેલ ચેક કરી શકાય છે. આમ, ઉપરોક્ત વિધિધ સુવિધાઓ વચ્ચે પણ છેવાડાના લોકો સુધી લોકોને મતદાર સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે એ વિશેની જાણકારી જ નથી.

મતદાર સુધારણા કાર્યક્રમની કામગીરી માટે લોકોને ઘરે ઘરે સુધી આમંત્રણ આપવાનો વારો
ગ્રામકક્ષાના લોકોને મતદાર સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે એ વિશેની જાણકારી જ નથી. આથી હજુ 25 ટકા કરતા પણ ઓછી કામગીરી થઈ શકી છે. આમ,જાણકારી પોહચાડવા ના હેતુ થી રવિવારે સવારે નેત્રંગના ઘણા વિસ્તારોમાં ઘરે ઘરે ફરી માહિતી આપી હતી.

આમ, લોકોને મતદાર સુધારણા કાર્યક્રમની ચાલતી કામગીરી માટે આમંત્રણ આપવાનો વારો આવ્યો હતો. આમ, સરકારે આ કાર્યક્રમનો પ્રચાર પ્રસાર હજુ વધારે પ્રમાણ કરવું જોઈએ. > નીલેશ ચૌધરી, બુથ લેવલ ઓફીસર

અન્ય સમાચારો પણ છે...