આક્ષેપ સાથે સુત્રોચ્ચાર:નેત્રંગમાં આમ આદમી પાર્ટીએ રોડ પર પડેલા ખાડાઓને લઈ વિરોધ પ્રદર્શન

નેત્રંગ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

નેત્રંગ આમ આદમી પાર્ટી દ્વારા હાઇવે ઉપર પડેલા ખાડાઓને લઈ સરકાર વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

નેત્રંગમાંથી અંક્લેશ્વર બુરહાનપુર નેશનલ હાઇવે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો સ્ટેસ્ટ હાઇવે આવેલો છે. આ બને હાઇવે ઉપર બે બે ફુટ ઉંડા ખાડા પડી ગયા છે. હલકી કક્ષાના મટીરિયલ વાપરીને ભારે ગોબાચારી આચરી હોવાનું દેખાઈ આવે છે. રોડ બન્યો અને એક વર્ષ કરતાં પણ ઓછો સમય થયો તેમ છતાં રોડ ઉપર બે ફૂટ ઊંડા ખાડા પડી ગયા. બીજેપીની વર્ષો જૂની વોટ મેળવવાની રીત વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી નારા ઉચ્ચારવામાં આવ્યાં હતાં. કિશન વસાવાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, કોન્ટ્રાક્ટરની કામગિરી બાબતે પણ સવાલો ઉભા થાય છે. બીજી તરફ તંત્ર પણ ઘોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે. આપ નેતા એ વધુમાં કહ્યું હતું કે સરકારી વેહલી તકે ખાડા પુરાવે નહિતર રસ્તા રોકો આંદોલન કરવામા આવસે. યોગ્ય કામગિરી ન થાય તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવાની ચીમકી પણ આપે ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...