તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઘાણીખુટ ગામે જુગારધામ પર દરોડા પાડી 4 ખેલીઓને ઝડપ્યા

નેત્રંગ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • પોલીસે સ્થળ પરથી 82 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો, 4 વોન્ટેડ

નેત્રંગ પોલીસને બાતમી મળી હતી કે, ઘાણીખુટ ગામે નવી વસાહત ફડીયામાં આંબાનાં ઝાડ નીચે રવજી વસાવા કેટલાક લોકોને ભેગા કરી પત્તા પાના વડે હારજીતનો જુગાર રમી રહ્યો છે. જે બાતમી આધારે નેત્રંગ પોલીસે પંચોની રૂબરૂમાં રેઈડ કરી હતી. રેડ દરમિયાન સ્થળ ઉપરથી 4 જુગારિયાને ઝડપી પાડ્યાં હતા. અને અન્ય ચાર ખેલીઓ ફરાર થઈ જતા પોલીસે વોન્ટેડ જાહેર કર્યા. પકડાયેલ આરોપીઓની અંગ જડતી કરતાં તેમની પાસેથી રોકડા રૂપિયા 6 હજાર અને 10 તથા દાવ ઉપરથી મળેલા રોકડા 5 હજાર મળી કુલ રોકડા 11 હજારની રકમ જપ્ત કરી હતી.

તે સાથે બે મોટર સાયકલ અને મોબાઇલ ફોન 82 હજાર નો મુદ્દામાલ કબ્જે કરી રવજી જીવણ વસાવા,ઉં.વ.34, રહે.ઘાણીખુટ, નિશાળ ફળીયુ, તા.નેત્રંગ , જી.ભરૂચ, મનુભાઇ રામાભાઇ વસાવા,ઉં.વ.40, રહે.ઘાણીખુટ, ખાડી ફળીયુ, તા.નેત્રંગજી. ભરૂચ, નગીનભાઇ રડવીયા વસાવા,ઉં.વ .55 રહે.ઘાણીખુટ,કુવા ફળીયુ , તા.નેત્રંગ , જી.ભરૂચ તથા (4)સંજય મંગા વસાવા,ઉં.વ.40, રહે.ઘાણીખુટ,નિશાળ ફળીયુ તા.નેત્રંગ, જી.ભરૂચ વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...