તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોટન કોર્પોરેન ઓફ ઇન્ડિયા દ્વારા મહત્તમ કપાસ ખરીદી માટે મર્યાદા નકકી કરાતા ખેડુતોમાં રોષની લાગણી જોવા મળી હતી. જ્યાં સમગ્ર દ. ગુજરાત માં APMC વાલીયા સ્લગન પ્રભાત જિનીગ મિલ જ ખરીદી કપાસની ખરીદી કરી રહી છે. ત્યારે 15 જેટલા તાલુકાના ખેડુતો કઈ રીતે ન્યાય આપવું એ પ્રશ્ન છે.
કપાસની સીઝન પુર બહારમાં ચાલી રહી છે. ત્યારે પ્રતિદિન 1500 કિન્ટલ થી વધુ કપાસ ની ખરીદી વાલીયા થઈ રહી છે. ત્યારે સીસીઆઇ ના હુકમ પ્રમાણે ફ્કત 2500 ક્વિન્ટલની જ ખરીદી નો નિયમ લાગુ કરવામાં આવતા ખેડુતોને ફટકો પડશે. આમ પણ સરકારનાં નવા કાયદાથી APMCનાં અસ્તિત્વ સામે સવાલ ઊભા થવા લાગ્યા છે. ત્યારે ખેડુતોમાં રોષની લાગણી જોવા મળી છે. આમ MSPની સરકારની જોગવાઇ સામે તઘલઘી નિર્ણયોથી ખેડુતોને માર સહન કરવાનો વારો આવશે. ખેડુત આલમમાં રોષની લાગણી જોવા મળી હતી.
નિર્યણમાં સુધારો ન થાય તો ખેડુતો આંદોલન પર ઉતરશે
ઉપલી કક્ષા એ લેખિત રજૂવાત કરી છે . જયારે સરકારની કપાસ ખરીવાની મનશા જ નથી. જેના કારણે તઘલઘી નિર્ણયો લઈ રહી છે. સીમાંત ખેડૂતો પાસે સ્ટોરરેજ ની શ્રમતાં નથી. આથી ખેડુતો ઓછા ભાવે કપાસ વેપારીઓને વેચી દેશે. જ્યાંથી વેપારી ફરી CCI ને જ ઊંચા ભાવે વેચાણ કરશે. સરવાળે ખેડુતોનું શોષણ થવાનું. આમ, તઘલઘી નિર્ણય લઈ કાયદેસરનો ભ્રષ્ટાચાર સરકાર કરી રહી છે. નિર્યણમાં સુધારો ન થાય તો ખેડુતો આંદોલન પર ઉતરશે.> સંદિપ માંગરોલા, ચેરમેન APMC વાલીયા
સિમિત મર્યાદાથી કોનો કપાસ ખરીદવો, કોણ નકકી કરશે તેવી અનેક મુઝવણો વધશે
કોટન કોર્પોરેન ઓફ ઇન્ડિયા દ્વારા મહત્તમ કપાસ ખરીદી માટે મર્યાદા નકકી કરવામાં આવતાં કપાસ કોનો લેવો ? 70 થી 85 થી વધુ ખેડુતો કપાસ વેચવા આવતાં ખેડુતો અને બાકી રહેતા ખેડૂતોનું શુ થશે ? કોનો કપાસ ખરીદવો ? કોણ નકકી કરશે , કેવી રિતે કરશે? આમ થવાથી જીનીગ મિલમાં કપાસ વેચવા આવતાં ખેડુતો અને વ્યવસ્થાપ વચ્ચે ઝગડો વધશે? આમ, વિવિધ ગજગ્રાહ વધશેતો એનું નિરાકરણ કઇ રિતે આવસે. આમ, ઉપરોક પ્રશ્નો થઈ રહ્યા છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.