ગૌરવ:બેડમિન્ટનમાં નેત્રંગની એશા ગાંધીએ 2 ગોલ્ડ મેડલ જીત્યા

નેત્રંગ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરતમાં ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ યોજાઇ
  • અંડર​​​​​​​ 17-19માં એશા ગાંધીએ ભાગ લીધો હતો

તાજેતરમાં યોજાયેલ યોનેકસ સનરાઈઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2021 અંડર 17-19માં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની એશા ગાંધીએ અંડર-૧૭ સિંગલ્સમાં એસાની તિવારી આણંદને 21-14 ,21-17 થી હરાવીને વિજેતા બની હતી. તેમજ મિક્સ ડબલ્સમાં માનવાદિત્ય રાઠોર સુરત અને બ્રિન્દા શિંદે વડોદરાની જોડીને 21-17, 21-11 થી હરાવીને વિજેતા બની હતી.

આમ તેણે એક સાથે બે ગોલ્ડ મેડલ હાંસલ કરીને નેત્રંગ તાલુકા અને પોતાના ગાંધી પરિવારનું ગૌરવ વધાર્યું હતું. એશા ગાંધી સુરતમાં યોજાયેલ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ અંડર 13- 15માં અંડર 15 સિંગલ્સ અને મિકસ ડબલ્સમાં ચેમ્પિયન બની છે. આ સિદ્ધિ તેના કોચ નિલ પરમારની તાલીમ અને માર્ગદર્શન હેઠળ મેળવી છે.

અન્ય સમાચારો પણ છે...