હત્યા:પત્ની સાથે આડો સબંધ રાખતો હોવાની શંકાએ પતિએ યુવકને માર મારતાં મોત

નેત્રંગ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલાં ખરાઠા ગામે બનેલી ઘટના
  • મધ્યરાત્રીએ યુવાન સાથે ઝઘડો કરતાં યુવાન પટકાતાં ધસડીને પોતાના ઘરમાં ખેંચી ગયો

નેત્રંગના ખરાઠા ગામે પત્ની સાથેના આડા સબંધના વહેંમે પતિએ પ્રેમી સાથે ગાળાગાળી કરી ઢસડી ઘરમાં લઈ કોઈ હથીયાર વડે હત્યા કરી હતી.આ બનાવની જાણ નેત્રંગ પોલીસને કરતા ઘટના સ્થળે આવી હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી જેલભેગો કરી દેવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા ખરાઠા ગામના મંછી કોટવાલ વસાવાની (ઉ.૩૦) પત્ની સાથે ખરાઠા ગામના જ ગોવિંદ જગુ વસાવા (ઉ.૩૦) સાથે આડોસબંધ હતો.જેની શંકા-વહેમ જતાં મંછી વસાવાએ રાત્રીના અગિયાર વાગ્યાની આસપાસ ગોવિંદ વસાવાના બંને પગ પકડીને ઘરમાં ઢસડીને લઇ જઇ કોઈ હથિયાર વડે કે કોઇપણ રીતે નાક-માથા અને શરીરના જમણા ભાગે મુંઢમાર મારી ઇજાઓ પહોંચાડી હત્યા કરી નાખી હતી.ગમખ્વાર ઘટનાની જાણ પરીવારના સભ્યોને ગ્રામજનોને થતાં ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા.

આ બનાવની મરણ જનાર ગોવિંદ જગુ વસાવાના ભાઇએ નેત્રંગ પો.સ્ટેશનમાં ફરીયાદ કરી હતી.પોલીસ બનાવની ગંભીરતા જાણી ગુનો નોંધી મંછી કોટવાલ વસાવાને ગણતરીના કલાકોમાં ધરપકડ કરીને જેલભેગો કરી દેવામાં આવ્યો હતો.આગળની તપાસ નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ એન.જી પાંચાણી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...