હાલાકી:જાતિના દાખલા મેળવવા સરકારે જાહેર કરેલા ફોર્મ સિવાય વધારાના પુરાવા માંગતા અરજદારો પરેશાન

નેત્રંગએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેત્રંગ તાલુકામાં જાતિનો દાખલો મેળવવા માટે અનુસુચિત જનજાતિના અરજદારોને રોજ કચેરીના ધક્કા

નેત્રંગ તાલુકામાં સરકારી યોજના તેમજ અભ્યાસના હેતુ માટે જાતિના દાખલાની જરૂર લોકોને પડતી હોય છે. ઘણાં કિસ્સાઓમાં ઓનલાઈન અરજી માટે જાતિનો દાખલો ફરજિયાત જોયે જ છે. તેવા સમયે નેત્રંગ મામલદાર કચેરીએ જનસેવા કેન્દ્ર ઉપર જાતિના દાખલા માટે 1980 પેહલા જન્મેલા મોટી ઉંમરના અભણ લોકોને સહુથી વધારે પુરાવા રજૂ કરવાની ફરજ પડાય છે. જાતિના દાખલા મેળવવા માટે રજુ કરવા પડતાં વિવિધ પ્રકારના પુરાવાઓએ લોકોમાં અસંતોષનો ઉભી કર્યો છે. કારણે સરકારી કર્મચારીઓ અને લોકો વચ્ચે તુતુમેંમેં થવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યાં છે.

1980 પેહલા જન્મેલા મોટાભાગના આદીવાસી મોટી ઉંમરના વ્યક્તિઓ અભણ હોવાથી એમના પાસે શાળા છોડયાનું પ્રમાણપત્ર નથી. આથી અભણ હોવાનું વકીલ પાસે ફરજીયાત સોગંદનામુ કરાવવું પડે છે. બીજી તરફ રેશન કાર્ડ, આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ,તલાટીનો જાતિનો દાખલો, સોગંદનામુ, પેઢીનામુ, જમીનના સાત- બારના ઉતારા અને વધુમાં પિતા, કાકા, ફોઈ અથવા બહેન, ભાઈ, વગેરેમાંથી શાળા છોડયાની પ્રમાણપત્રની નકલ દસ્તાવેજ તરીકે રજુ કરવાની ફરજ પાડવામાં આવે છે.

લોહીનો સંબંધ પ્રસ્થાપિત થતો ન હોય તેવા કેસમાં સોગંદનામું રજૂ કરવું જરૂરી
જાતિનો દાખલો કઢાવતી વખતે ફોર્મ સાથે બીડાણમાં આપેલા ડોક્યુમેન્ટ ઉપરથી અરજદારનો લોહીનો સંબંધ પ્રસ્થાપિત થતો ન હોય તેવાં કેસમાં સોગંધનામુ રજુ કરવું પડે છે. લોહીનો સંબંધ પ્રસ્થાપિત થયે પેઢીનામું રજૂ કરવાની જરૂર નથી. > એલ. સી. ચોધરી, મામલદાર કચેરી નેત્રંગ.

તદ્દન મફત મળતાં દાખલા માટે 935થી વધુનો ખર્ચ
સોગંદનામું અને પેઢીનામુ વકીલ પાસે કરાવવાના 600 રૂપિયાનો ખર્ચ. મામલદારના જાતિના દાખલાનું અને તલાટીએ આપવાના જાતિના દાખલાનું ફોર્મ પણ ખરીદવું પડે. ઘરેથી તાલુકા મથકે આવવા-જવાનુ ભાડું મળી એક દાખલા માટે અંદાજે 935 રૂપિયાનો ખર્ચ ભોગવવો પડે છે.> હુંડીયા વસાવા, સ્થાનીક રહિશ

અન્ય સમાચારો પણ છે...