હેમખેમ પરત આવ્યાં:નેત્રંગનો વિદ્યાર્થી યુક્રેનથી પરત આવતા પરિવારમાં ખુશીનો માહોલ

નેત્રંગ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
યુકેનથી હેમખેમ પરત ઘરે આવી જતા પરીવારજનોમાં ખુશી - Divya Bhaskar
યુકેનથી હેમખેમ પરત ઘરે આવી જતા પરીવારજનોમાં ખુશી
  • સાંસદ મનસુખ વસાવા અને નેત્રંગ મામલતદારે યુવાનની મુલાકાત લીધી

નેત્રંગ ટાઉનનો યુવાન પ્રિત પટેલ યુકેનથી હેમખેમ પરત ઘરે આવી જતા પરીવાર જનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. નેત્રંગ નગરમાં એસ્સાર પ્રેટોલપંપની સામે રહેતા અને ચાર રસ્તા વિસ્તાર મેડીકલ સ્ટોર ચલાવતા ધર્મેશ નગીન પટેલ નો મોટો પુત્ર પ્રિતકુમાર ઉ. વ. 22 કે જે છેલ્લા પાંચ વર્ષ થી યુક્રેન ખાતે મેડીકલ કોલેજમા રહીને એમ. બી. બી. એસ.મા અભ્યાસ કરતો હતો. છેલ્લા વર્ષના અભ્યાસના માંડ પાંચ છ માસ બાકી રહ્યા હતા. તેવા સમયે યુક્રેન રશિયા વચ્ચે શરૂ થયેલ યુદ્ધને લઇને અભ્યાસ કરતા વિધાથીઁઓ ફસાયા હતા.

જેમા પ્રિતકુમાર પણ ફસાયો હતો. જેને લઇ ને પટેલ પરીવારમા ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. કેન્દ્ર તેમજ રાજય સરકાર દ્રારા અભ્યાસ કરતા વિધાથીઓને વતન પરત લાવવાની કવાયત શરૂ થતા નેત્રંગનો પ્રિત પટેલ તા. 5 મી માર્ચના રોજ વિમાન માર્ગે અમદાવાદ આવી પહોચ્યો હતો.

ત્યાર બાદ ત્યાંથી બપોરના સમયે હેમખેમ નેત્રંગ ધરે આવી જતા પરીવારમાં આનંદ છવાઇ જવા પામ્યો હતો. 5મી માર્ચના દિવસે જ ભરૂચ જીલ્લા સાંસદ મનસુખ વસાવા, જીલ્લા પંચાયત સભ્ય રાયસીંગ વસાવા, નેત્રંગ મામલતદાર ગોપાલદાસ હરદાસાણી, નાયબ મામલતદાર નવનીત પટેલ, અગ્રણીઓએ તેના ઘરે પહોંચી ખબર અંતર પૂછ્યા શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...