ભાસ્કર વિશેષ:નેત્રંગમાં ડાઘુઓ નદીમાંથી અર્થી લઇ જવા મજબૂર

નેત્રંગ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
નેત્રંગની અમરાવતી નદી પર પુલના અભાવે અર્થીને પાણીમાંથી લઇ જવા લોકો મજબૂર બન્યા. - Divya Bhaskar
નેત્રંગની અમરાવતી નદી પર પુલના અભાવે અર્થીને પાણીમાંથી લઇ જવા લોકો મજબૂર બન્યા.
  • અમરાવતી નદી પર નાળંુ નહિ હોવાથી મોતનો મલાજો જળવાતો નથી

નેત્રંગના ગાંધી બજાર પાસે આવેલ ભાઠા કંપની વિસ્તારના આદિવાસી સમાજના લોકો પુલના અભાવે અમરાવતી નદી ઓળંગી અંતિમ સંસ્કાર કરવા મૃતદેહને લઈ જવા માટે મજબુર બન્યાં છે. ભાઠા કંપની વિસ્તારના આદિવાસી સમાજનું સ્મશાન અમરાવતી નદીના સામે કિનારે આવેલ છે. નદી પર પુલના અભાવે લોકો મૃતદેહને નદીમાંથી લઈ જતા હોય છે.

નદી પર પુલ નહિ હોવાના કારણે ટ્રેકટરમા લાકડા બેથી ત્રણ કિમીનો ફેરાવો ફરીને ખેતરમાંથી લઇ જવુ પડે છે. આ સ્મશાનમાં ભાઠા કંપની, નવી વસાહત, વડપાન, ફોકડી, કોસ્યાકોલા, લાલમંટોડી સહિતના વિસ્તારોમાં રહેતાં આદિવાસી સમાજના લોકો મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે લાવતાં હોય છે.

થોડા દિવસો પહેલાં એક જ પરિવારના બે સભ્યોના મૃતદેહને જીવના જોખમે નદી પાર કરીને સ્મશાનગૃહ સુધી લઇ જવા પડયાં હતાં. સ્મશાનની બંને બાજુ નદી પર નાળા કે રસ્તા નથી બનાવ્યા જેને લઇને લોકોમાં રોષ જોવા મળી રહયો છે. મોતનો મલાજો જળવાય રહે તે માટે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...