હાલાકી:નેત્રંગ ગ્રામ પંચાયતનાં વારી ગૃહમાં આવેલો ફિલ્ટર પ્લાન્ટ 6 માસથી બંધ

નેત્રંગ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોને પીવાના પાણી માટે હાલાકી, પંચાયતની આવક બંધ થઈ

નેત્રંગ ગ્રામ પંચાયત છેલ્લા કેટલા સમયથી વિકાસના કામો, સુવિધા પૂરી પાડવાના બાબતો માટે આક્ષેપોથી ધેરાયેલી રહે છે. નેત્રંગ ગ્રામપંચાયતનાં વારી ગૃહમાં ગ્રામજનો માટે પીવાના પાણીનો ફિલ્ટર પ્લાન્ટ ગ્રામપંચાયત દ્વારા મુકવામાં આવ્યો હતો. જેનાથી સસ્તુ અને સારી ગુવત્તાવાળુ પીવાનું પાણી મળી રહે એ હેતુ હતો પરંતુ છેલ્લા છ માસથી પણ વધારે સમયથી આ ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં હોવાથી વહીવટીતંત્ર સામે ગ્રામજનોમાં છૂપો રોષ વ્યક્ત ભભૂકી ઉઠયો છે.

નેત્રંગ ગ્રામપંચાયત હસ્તકનો આ ફિલ્ટર પાણીનો પ્લાન્ટ ઘણાં સમય થી બંધ હોવાથી લોકો ત્રણ થી ચાર ઘણાં વધુ નાણાં ચુકવી ફિલ્ટર પાણી લેવા મજબુર બન્યા છે. જેનાથી નેત્રંગ ખાનગી ફિલ્ટર પાણી ચલાવતા પ્લાન્ટ વાડાની ચારેય આંગળી હાલ ધી માં તરબોળ છે.

હાલ સખત ઉનાળો ચાલી રહ્યો છે અને લોકોને પાણીની વધારે જરૂરિયાત હોવા છતાં પંચાયત બેદકાળજીથી નેત્રંગ વારીગૃહ બંધ થતાં પંચાયતની આવક પણ બંધ થઈ છે. આમ મફતના ભાવે મળતું પાણી હવે લોકો એ બહારથી લાવવું પડે છે. નેત્રંગ ગ્રામપંચાયતની વહીવટી નવી બોડી બેઠી પણ સમસ્યાઓ તો તેમની તેમજ રહી છે. અને ગ્રામપંચાયત પાણી જેવાં પાયા ના પ્રશ્નોનું નિરાકરણ કરે છે તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...