કૃષિ:વીજ કંપનીના વાંકે ખેડૂતના પાકને નુકશાનની ભીતિ

નેત્રંગ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેત્રંગ તાલુકાના બીલાઠા ગામના નિવૃત્ત વનકર્મી રમણભાઈ આર વસાવા અને તેના ભાઈ રતિલાલ આર વસાવાની વરખડી ગામની સીમના ખેતરમાં પિયત કરવાનું ચાલુ હતું ત્યારે તેનું વીજ ટ્રાન્સફોર્મરમાં ફોલ્ટ થતા બળી ગયું હતું.તેને બદલવા નેત્રંગ વીજ કંપનીની કચેરીએ રજુઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી. ખેડૂતના ખેતરમાં ટ્રાન્સફોર્મર માટે લોકડાઉનના બહાના હેઠળ મજૂર નથી મળતાનું બહાનું બતાવે છે. જેનાથી ખેડૂતના ઉભા પાકને ભારે નુકશાન થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 

અન્ય સમાચારો પણ છે...