તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેતી:ખેડૂતો મક્તમપૂર ફાર્મથી જીટી-104 અને જીએનપી-2 તુવેરનું બિયારણ મેળવી શકશે

નેત્રંગ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લાના ઘણાં તાલુકાઓમાં તુવેરની સારામાં સારી ખેતી થતી જોવા મળે છે. આથી હેકટર દીઠ સારું ઉત્પાદન ખેડૂતોને મળે એ હેતુથી સંશોધિત થયેલી ચોમાસુ તુવેરની જીટી-104 અને જીએનપી-2 જાતોનું બિયારણ કૃષિ મહાવિદ્યાલય ભરૂચે વિકસાવ્યું છે . આ બિયારણનું વિતરણ કૃષિ મહાવિદ્યાલય ભરૂચના મકતમપુર ફાર્મથી મેળવી શકાશે. ચોમાસુ તુવેરની ખેતી કરતાં ખેડૂતોને સારું બિયારણ મળી રહે તદુપરાંત પાક ઉત્પાદનમાં પણ વધારો મળે તે હેતુથી ભરૂચ કેન્દ્ર ખાતે આ સંશોધિત બિયારણ નું બીજ ઉત્પાદન કરી ના બીજનું વિતરણ કરવામાં આવે છે.

કૃષિ મહાવિદ્યાલય ભરૂચના ડિન ડો. કે.જી.પટેલ એ જણાવ્યુ હતું કે આ જાતોમાં જીટી-104 જાત દાણા અને જીએનપી-૨ જાત શાકભાજી તેમજ દાણા બન્ને માટે ખુબજ સારું ઉત્પાદન આપતી નવી જાત છે. દક્ષિણ ગુજરાત અને ભરૂચ જિલ્લા માં ચોમાસુ પાક તરીકે તુવેરની ખેતી કરતાં ખેડૂતોને સારું બિયારણ મળી રહે અને પાક ઉત્પાદનમાં વધારો થાય તે હેતુથી કેન્દ્ર ઉપર બીજ ઉત્પાદન કરી બીજ વિતરણની સુવિધા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...