તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચુંટણી માટે તૈયારી:નેત્રંગમાં ચૂંટણીમાં જોતરાયેલા શિક્ષકોને ઈવીએમ - ચૂંટણીલક્ષી તાલીમ અપાઇ

નેત્રંગ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મામલતદારને 10, TDOને 6 બેઠકની જવાબદારી, કુલ 89 મતદાન મથકોમાં 24 સંવેદનશીલ

ગુજરાત રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ માટે વહીવટી તંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે.જેમાં નેત્રંગ મામલતદાર કચેરી દ્વારા ચુંટણી સાથે સંકળાયેલા 542 જેટલા શિક્ષકોને સમગ્ર ચુંટણીલક્ષી અને ઈવીએમની પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનથી વિશેષ વિસ્તૃત તાલીમનો પ્રથમ રાઉન્ડ પુણ કયાઁ બાદ બીજા તબક્કાની તાલીમ નેત્રંગ તાલુકા મથકે આવેલ એમએમ ભકત હાઇસ્કુલના સાંસ્કૃતિક હોલમાં જિલ્લા પંચાયત આરઓએ જે પટેલને ત્રણ જિલ્લા પંચાયત સીટ જેમાં નેત્રંગ ,મૌઝા અને કાંટીપાડાની અને નેત્રંગ મામલતદાર એલ.આર ચૌધરીને તાલુકાની 10 અને તાલુકા વિકાસ અધિકારી અલ્પનાબેન નાયરને 6 મળી કુલ 16 બેઠકની જવાબદારીઓ મળતા તેમના દ્વારા આ કાર્યક્રમમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઇવીએમ મશીનનો ઉપયોગ કેવી રીતે કરવો,મતદાન જાગૃતિ,ચુંટણીમાં કમૅચારીઓએ ફરજ કેવી રીતે બજાવવી તેવા વિષયોને આવરી લઈ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.નેત્રંગની ભક્ત હાઇસ્કુલમાં તમામ ઇવીએમ મશીનો સ્ટ્રોંગ રૂમમાં મુકીને સીલ કરાયા હતા,જેમાં મતદાન મથકો કુલ ૮૯ છે તેમાંથી સંવેદનશીલ મતદાન મથકો ૨૪ જાહેર કરાયા હતા.સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી હોવાથી નેત્રંગ તાલુકામાં રાજકારણ ભારે ગરમાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો