તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીવાના પાણીના ફાંફા:આટખોલ ગામે ટેન્કરથી પીવાનું પાણી, મહિલાઓની રોજ કતારો

નેત્રંગ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામની 700ની વસ્તીને વર્ષોથી પીવાના પાણીના ફાંફા પડી રહ્યા છે
  • ગામમાં 11 બોરવેલ કર્યા છે પરંતુ ઉનાળે માત્ર એક હેન્ડપમ્પ કાર્યરત

આટખોલ ગામના હનુમાન અને ખોખરાવાટ ફળિયાના 700 લોકોને પીવાના પાણીના ફાંફા પડી રહ્યા છે . સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા આકરા ઉનાળામાં લોકોને પીવાના પાણીના બોર કરવામાં જ નથી આવતા પરંતુ ટેન્કર પણ મોકલવામાં નહીં આવતા ખાનગી રાહે ખેતરોમાંથી ટેન્કર ભરી લાવવામાં આવતા ઘણી વખત તો બેડાની કતારો લાગે છે. જેમાં પહેલા પાણી ભરવા બેડા યુદ્ધ તો રોજનું થઈ જાય છે. પાણીની તકલીફને કારણે મહિલાઓમાં અવારનવાર ઝઘડાઓ થઈ રહ્યા છે .

હનુમાન અને ખોખરાવાટ ફળિયાના લોકોએ ગ્રામ પંચાયતની દરેક ગ્રામ સભામાં પાણીની સુવિધાઓ કરવા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે તેમ છતાં લોકોની વર્ષોની માગણી સંતોષવામાં વહીવટી તંત્ર અને હોદ્દેદારો ઉણા ઉતર્યા છે .ગુજરાત સરકારે ઘરે ઘર નળ દ્વારા પાણીની યોજનાની પાઈપ લાઈન આટખોલ ગામમાં પણ કરેલ છે જેના બિલ પણ લાખો રૂપિયાના ચુકવાઇ ગયા છે પરંતુ એક ટીપું પાણી હાલમાં ગ્રામજનોને મળતું નથી. આ લાઈન સાવ નકામી થઇ ને પડી રહી છે. હાલમાં પણ તાલુકા પંચાયતમાંથી બોર મોટર અને પાઇપલાઇન કરેલ છે તેમ છતાં ગ્રામજનોને પીવાનું પાણી મળ્યું નથી.

આટખોલ ગામના ગ્રામજનોને વર્ષોથી પાણીની સમસ્યા નડી રહી છે પરંતુ આજદિન સુધીમાં તેનો નિવેડો આવ્યો નથી. મહિલાઓને પીવાના પાણી માટે દૂર દૂર ખેતરોમાં દીપડાના ડર વચ્ચે માથે બેડાં લઈ ચાલીને બેડાનો ભાર ઉચકી જવા મજબૂર બને છે .તેમાં પણ ઘણી વખત ખેતીવાડી વીજ લાઈનમાં આઠ કલાકના સીડ્યુલ પ્રમાણે રાત્રે લાઇટ આવતી હોય ત્યારે ખૂબ મુશ્કેલીઓ વેઠવી પડે છે .સત્વરે આ સરકાર અમારા આટખોલ ગામમાં પીવાના પાણીની સુવિધા તાત્કાલિક કરે તેવી અમારી ગ્રામજનોની માંગ છે.

પીવાના પાણીની ઉનાળામાં કોઈ સુવિધા ઉપલબ્ધ નથી
અમારા ગામમાં હનુમાન અને ખોખરાવાટ ફળિયામાં પીવાના પાણીની ઉનાળામાં કોઈ સુવિધા નહીં હોવાથી અને ૧૧ જેટલા બોર છે પરંતુ તેમાંથી માત્ર એક હેન્ડપંપ ચાલે છે તેમાં પણ થોડુંક જ પાણી આવે પછી પૂરું થઈ જાય છે .અમારી ઘણા વર્ષોથી રજૂઆતો કરેલ છે પણ કોઇ કંઇ કરતું નથી. આ સરકારને પણ અમે ખોબલે-ખોબલે મત આપ્યા તો હો પીવાનું પાણી મળતું નથી.હવે અમારે કોને અમારી રજૂઆતો કરવી કે જેથી અમારે પીવાનું પાણી આવે તે જ કઈ સમજાતું નહિ.> શૈલેષ વસાવા ,આટખોલ गामગામ.

અન્ય સમાચારો પણ છે...