વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત કૃષિ વૈવિધ્યકરણ યોજના વર્ષ 2022-23નો શુભારંભ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમ પ્રાયોજના અધિકારી જે.પી.અસારીની અધ્યક્ષતામાં યોજાયો હતો. અલ્પાબેન પટેલ તથા મહાનુભાવોના હસ્તે ભરૂચ જિલ્લામાં નેત્રંગ તાલુકા પંચાયતના સભાખંડ ખાતે કૃષિ વૈવિધ્યકરણની આ યોજના અંતર્ગત 10 લાભાર્થીઓને શાકભાજીના બિયારણ અને ખાતર કિટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
રાજ્ય સરકાર દ્વારા આદિજાતી વિકાસ વિભાગ હેઠળ ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી(ડીસેગ) મારફત વર્ષ 2012થી અમલમાં આવેલી કૃષિ વૈવિધ્યકરણની યોજનામાં દર વર્ષે રૂ.30 થી 35 કરોડના ખર્ચે અંદાજે 1 લાખથી વધુ આદિજાતિ ખેડૂતોને લાભ આપવામાં આવે છે. આ વર્ષે કૃષિ વૈવિધ્યકરણની યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 14 જિલ્લાઓના 1 લાખ 23 હજાર જેટલા આદિજાતિ ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના 2022-23 અન્વયે ખાતર-બિયારણ કિટ્સ વિતરણનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવાએ ભરૂચ જિલ્લામાં કૃષિ વૈવિધ્યકરણની યોજના અંતર્ગત 5900 લાભાર્થીઓને આ પ્રોજેકટ હેઠળ આવરી લેવામાં આવશે. રાજ્યસરકાર છેવાડાના આદિવાસીઓ માટે સતત ચિંતિત છે ત્યારેભરૂચ જિલ્લાના વિકાસ અને ખેડૂતોને આર્થીક રીતે સધ્ધર કરવા માટે જિલ્લાના 0થી 20 બીપીએલ સ્કોર ધરાવતા ખેડૂત લાભાર્થીઓ આ યોજનાનો લાભ લે એ જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.