તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:અયોધ્યા મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાનની સફળતા માટે નેત્રંગમાં શોભાયાત્રા, ભક્તો ઉમટ્યા

નેત્રંગ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રામ નામનો જયઘોષ સાથે શોભાયાત્રામાં બાળકોએ વિવિધ પરિવેષ ધારણ કર્યા

નેત્રંગ ખાતે શ્રી રામ મંદિર નિધિ સમર્પણ અભિયાન માટે કાર્યરત મારૂતિ કાર્યાલયથી ભગવાન શ્રી રામની શોભાયાત્રા નિકળી હતી.આ શોભાયાત્રાનો આશય દરેક ઘર ઘર સુધી જન જનનો સંપર્ક થાય અને ભગવાનના ભગવદીય કાર્યની જન જાગૃતિ ફેલાય તેવો રાખવામાં આવ્યો હતો. આ શોભાયાત્રાથી લોકોમાં અનેરો ભક્તિમય માહેલ બન્યો હતો.

રામભક્તો ભગવાન રામની પૂજા કરી પાવન થયા હતા. યાત્રા નેત્રંગ ગામના સમગ્ર વિસ્તારમાં ફેરવવામાં આવી હતી. શોભાયાત્રામાં નાની બાલિકાઓએ ભારતમાતા, પોલીસ, દેશભક્ત અને રામજીની વેશભૂષા કરી યાત્રા દરમિયાન રામજીના સૂત્રોના સ્લોગન મુકવામાં આવ્યા હતા.

ભારત દેશ અને વિશ્વમાં વસવાટ કરતાં હિન્દુ સમાજનું આસ્થાનું કેન્દ્રબિંદુ સમાન અયોધ્યામાં શ્રીરામના મંદિરના નિમૉણ માટે 600 વષૅના સંઘર્ષ અને દેશની સવૉચ્ય અદાલતના ઐતિહાસિક ચુકાદા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ,વીએચપી અને હિન્દુ સંગઠનો ધ્વારા શ્રીરામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

જેમાં નેત્રંગ તાલુકામાં પણ હિન્દુ સંગઠનોના આગેવાનો ધ્વારા ગામે-ગામ ઘરદીઠ ફરીને શ્રીરામ મંદિર નિર્માણ માટે નિધિ સમર્પણ કરવામાં આવી રહ્યું છે.શ્રીરામ ભક્તોએ મંદિર નિમૉણ કાર્ય માટે ઘણા ભાવથી નિધિ સમર્પણ કર્યું હતું.શોભાયાત્રા વાજતે ગાજતે રામજી મંદિર,ગાંધીબજાર,જવાહર બજાર ,ચાર રસ્તા ,હર્ષદ નગર થઈ જીનબજાર શ્રી મારુતિ કાર્યાલય ખાતે સમાપન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો