હાલાકી:આટખોલ પાસે નાળુ તુટી જતાં હાલાકી

નેત્રંગ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7 વર્ષ પહેલાં બનેલું નાળા પરથી ટેમ્પો પસાર થતાં નુકશાન, વાહનો બંધ થતાં 5 ગામના લોકોને ફેરાવો

નેત્રંગના આટખોલથી કોયલીમાંડવી ગામે જતા માર્ગ ઉપરનું નાળુ એક ફૂટ બેસી જતાં વાહનવ્યવહાર બંધ થઇ જતાં પાંચ ગામના હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.સાત વરસ પહેલાં બનાવેલ આરસીસી નાળા ઉપરથી સસ્તા અનાજનો ટેમ્પો પસાર થતાં આ ઘટના બની હોવાનું લોકોએ જણાવ્યું હતું.

નેત્રંગ તાલુકાના આટખોલથી ગામથી કોયલીમાંડવી ગામે જવાના મુખ્ય માર્ગ ઉપરથી આજે એક અનાજ ભરેલો ટેમ્પો પસાર થયા બાદ ખાડી ઉપરનું નાળુ એક ફૂટ બેસી જતા ભયજનક બની ગયું હતું .આ નાળુ બેસી જતા તેની સંરક્ષણ દીવાલ પણ તૂટી પડી હતી અને બન્ને છેડે પુલમાં તિરાડ પડી ગઈ હતી જેથી આના ઉપરથી પસાર થવું જોખમી બનતા ગ્રામજનોએ પથ્થર અને વૃક્ષની ડાળીઓ મૂકી બંધ કરીને સલામતી અને સુરક્ષાના પગલાં ભર્યા છે. જેથી વાહનવ્યવહાર બંધ થયો છે.

પાંચ હજારથી વધુ લોકોને હાલાકી
આટખોલથી કોયલીમાંડવી જતાં માર્ગ પર આવેલું નાળુ બેસી જતાં તેને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયું છે. પાંચ ગામના પાંચ હજારથી વધારે લોકોને હાલાકીનો સામનો કરવો પડશે. ખાસ કરીને ગ્રામજનોને ચાસવડ તેમજ અન્ય ગામમાં જવા માટે ફેરાવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

અન્ય સમાચારો પણ છે...