કોકડુ ગૂંચવાયુ:નેત્રંગ ગ્રામપંચાયતમાં અપક્ષ સભ્યને લઇ ડેપ્યુટી સરપંચનું કોકડુ ગૂંચવાયુ

નેત્રંગ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બહુ ગાજેલો ચહેરો કે પછી અન્ય કોઈ નવો ચહેરો તે હવે 20મીએ નક્કી થશે

નેત્રંગ ગ્રામપંચાયતની યોજાયેલી ચુંટણીમા કોઇ પણ પક્ષના સમર્થન વાળા સભ્યોને સ્પષ્ટ બહુમતી નહિ મળતા ઉપસરપંચ પદ મેળવા માટે જોડતોડની નીતિ શરૂ થઇ ગઇ છે. ત્યારે જીલ્લા ભાજપ મંત્રીએ ચુંટાયેલ પંચાયત સભ્યોને મનાવી લીધા હતા. પરંતુ હુકમનો એક્કો અપક્ષ સભ્ય હાલમા કઈ તરફ મત આપે તેના પર બધો મદાર જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ભાજપ મંત્રીની મુલાકાત અપક્ષ સભ્યે પણ લીધી હોવાનુ બહાર આવતા ભાજપ સમર્થન વાળો જ કોઈ એક ઉપસરપંચ પદ મેળવે તે નકકી છે.

નેત્રંગ ગ્રામપંચાયતની આગામી પાંચ વર્ષ માટે પંચાયતનુ સુકાન સંભાળવા માટે પાંચ જેટલી પેનલો મેદાનમા હતી. જેમા મુખ્ય ત્રણ પેનલો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. જેમા કોગ્રેસના સમર્થનના વાળી પેનલ, ભાજપના સમર્થનના વાળી પેનલ, હાલના મહિલા સરપંચના પતિની પેનલ વચ્ચે જંગ ખેલાયો હતો. પરીણામ જાહેર થતા કોગ્રેસના સમર્થન વાળા સરપંચના ઉમેદવારથી મત 46 મતો થી ભાજપના સમર્થનના વાળા સરપંચ હરેન્દસિહ દેશમુખનો વિજય થયો હતો.

જયારે 14 પંચાયત સભ્યોની બેઠક મા કોગ્રેસના સમર્થનના વાળા 7 સભ્યો ચુટાયા છે. અને ભાજપના સમર્થનના વાળા 6 સભ્યો ચુટાયા છે. જયારે એક અપક્ષ સભ્ય ચુંટાયેલ છે. જે જોતા કોઇને પણ સ્પષ્ટ બહુમતી નહિ મળતા 20 મી જાન્યુઆરીના રોજ યોજાનાર ઉપસરપંચનુ પદ કોના શીરે જાઇ તેના માટે તોડજોડની નીતી શરૂ થઇ ગઇ છે.

ત્યારે ભાજપના સમર્થન વાળો સભ્ય ઉપસરપંચ પદ મેળવે તેવાં પ્રયત્નો થઇ રહ્યા છે. જેમા પણ ભાજ્ય સમર્થનના વાળા ચુંટાયેલ સભ્યો પણ અંદર ખાને બે થી ત્રણ ઉમેદવારો ઉપસરપંચ પદ મેળવા માટે રેસ મા હોવાનુ અંદર ખાને થી જાણવા મળી રહ્યુ છે. જે જોતા આજે મંગળવારે ભરૂચ જીલ્લા ભાજપ મંત્રી મોદીએ નેત્રંગ તાલુકા પંચાયત ખાતે ચુંટાયેલ પંચાયત સભ્યો તેમજ પક્ષ ના કાર્યકરોને મનાવી લીધા હતા.

કોણ ઉપસરપંચ તેના માટે લોકોમાં તર્ક વિતર્ક
આ સમયે ચુંટાયેલ અપક્ષ સભ્ય અક્ષય પ્રવિણ લાડ પણ હાજર રહ્યાં હતા.જેણે પણ મંત્રીની મુલાકાત લીધી હોવાનુ જાણવા મળી રહ્યુ છે. જે જોતા ભાજપ સમર્થનના વાળો કોઇ એક સભ્ય ઉપસરપંચ પદ પ્રાપ્ત કરે તેવા એધાણ હાલની તારીખમા દેખાઇ રહ્યા છે. બહુ ગાજેલો ચહેરો કે પછી અન્ય નવો ચહેરો તો 20મી તારીખે ખબર પડશે. બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો પણ કોગ્રેસ સમર્થનના વાળો કોઇ સભ્ય ઉપસરપંચ પદ મેળવે તે માટે જોડતોડની રાજકીય સોગઠા બાજી કરશેનુ પણ જાણવા મળી રહ્યુ છે. ટાઉન ભરમા હાલ તો 20મી તારીખ સુધી કોણ ઉપસરપંચ તેના માટે લોકોએ તર્ક વિતર્ક કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...