દરોડા:ઝરણાવાડી ગામે જુગારધામ પર રેડ કરતા ડેપ્યૂટી સરપંચ ઝડપાયાં

નેત્રંગ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
નેત્રંગમાં બે સ્થળેથી જુગાર રમતા 11 જુગારી ઝડપાયાં હતા. - Divya Bhaskar
નેત્રંગમાં બે સ્થળેથી જુગાર રમતા 11 જુગારી ઝડપાયાં હતા.
  • નેત્રંગ પોલીસે બે જૂગારધામ પર રેડ કરી 7 જુગારીઓને પકડ્યાં

ભરૂચ જિલ્લામાં નવા પોલીસ વડા તરીકેનો હવાલો ડો.લીના પાટીલે સંભાળ્યા બાદથી દારૂ-જુગાર જેવી પ્રવૃત્તિઓ કરતા તત્વો પર સપાટો બોલાવ્યો છે. જિલ્લામાં એક માસ માં અનેક બુટલેગરો અને જુગારીઓ જેલ ના સળિયા ગણતા થયા છે. ત્યારે નેત્રંગના ઝરણા અને ઝરણાવાડી ગામેથી છેલ્લા બે દિવસમાં પોલીસે જુગાર ધામ પર દરોડા પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કરવામાં સફળતા મળી છે.

નેત્રંગ તાલુકાના ઝરણા ગામે આવેલ નિશાળ ફળિયામાં ચાલતા જુગરધામ પર નેત્રંગ પોલીસે સ્થળ પરથી રૂપિયા 12155 ના મુદ્દામાલ સાથે બે જુગારીઓને ઝડપી લીધા હતા જ્યારે એક ફરાર અને ઝરણાવાડી ગામ ખાતે નવી વસાહતની પાછળ ના ભાગે આવેલ ખેતરમાં વૃક્ષની નીચે જુગાર ધામ ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડતા પાંચ જેટલા જુગારીઓ ઝડપાઇ ગયા હતા.

જેમાં ગોનજી કુરીયા ચૌધરી, રાજેશ ઉર્ફે આજો મનજી વસાવા, નરોત્તમ માધીયા વસાવા, દિનેશ લક્ષ્મણ વસાવા, લક્ષ્મણ પુનિયા વસાવા ઝડપાયા હતા. અને સુમન ગુલાબ વસાવા, ચીમન મગન વસાવા, રાજુ દિનેશ વસાવા, સુભાષ ગુમાન વસાવા, મુકેશ અર્જુન વસવા, અલ્પેશ ચૌધરી નાઓ ફરાર થયા હતા.ગ્રામપંચાયતના ડેપ્યુટી સરપંચ રાજેશ ઉર્ફે આજો મનજી વસાવા જુગાર રમતા ઝડપાયા. સાથે 1,53,60નો મુદ્દમાલ કબ્જે કર્યો. અન્ય 6 જુગારી ફરાર થતા પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...