આક્ષેપ:વરસાદના કારણે નેત્રંગ-વાલિયામાં ખેતી પાકોમાં થયેલા નુકસાનના સરવેેની માગ

નેત્રંગએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેત્રંગ, વાલિયા અને ઝઘડિયાને સરવેમાંથી બાકાત રખાયા હોવાનો આક્ષેપ

નેત્રંગ ,વાલિયા અને ઝઘડીયા તાલુકાને વરસાદથી ખેતીમાં થયેલ નુકસાનીના સર્વેમાંથી બાકાત રખાયા હોવાના આક્ષેપ સાથે પૂર્વ પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રીએ પ્રભારી-કૃષિ મંત્રીને રજુઆત કરી નુકસાનીનો સર્વે કરી વળતર આપવા રજૂઆત કરી છે. ચોમાસાની સિઝનના પ્રારંભે મેધરાજાનું આગમન થતાં ખેડૂતોએ સોયાબીન,કપાસ,શેરડી જેવા પાકનું વાવેતર કર્યું હતું.મોડે મોડે ચોમાસુ પૂરું થતા સપ્ટેમ્બર મહિનામાં એકાએક ફરી ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થતાં ખેતીમાં વાવણી કરેલ પાકને ભારે નુકશાન પહોંચ્યાના અહેવાલ મળ્યા હતા .

ગાંધીનગર ખાતે મળેલ ઉચ્ચસ્તરીય બેઠકમાં ભરૂચ જીલ્લાનાસ વાગરા,હાંસોટ,અંકલેશ્વર,આમોદ,જંબુસર અને ભરૂચ તાલુકામાં વરસાદી પાણીથી થયેલ નુકશાન બાબતે સર્વેની કામગીરી હાથ ધરવા માટે જવાબદાર અધિકારીઓની નિમણુંક કરવામાં આવી હતી અને 27 ઓકટોબર સુધી રિપોર્ટ કરવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ આ સર્વેની કામગીરીમાં ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા વાલીયા, ઝઘડીયા અને નેત્રંગ તાલુકાને બાકાત રખાતા ખેડુતોમાં રોષ ફેલાયો હતો.

આ બાબતે પૂર્વ પ્રદેશ કિસાન મોરચણાટ અને વાલિયા તાલુકાનાં સોડગામના વતની બળવંતસિંહ ગોહિલે જીલ્લા પ્રભારી અને કૃષિ મંત્રીને રજુઆત કરી વાલિયા-ઝઘડીયા અને નેત્રંગ તાલુકામાં પણ સર્વેની કામગીરી હાથ ધરી ખેડુતોને નુકસાનીના વળતરની ચુકવવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...