તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:અમરાવતી નદી ઉપર બાંધેલા ચેકડેમ રીપેરીંગ કરવા માંગણી

નેત્રંગ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વડપાનની સીમથી જલારામ મંદિર સુધીનો બન્ને બાજુના પટમાંથી માટી રેતી કઢાવવા આયોજન થવું જોઈએ

સુજલામ સુફલામ્ જળ અભિયાનના ચોથા તબક્કા ની શરૂઆત થઇ છે.ત્યારે નેત્રંગની અમરાવતી નદી ના પટમાં બનાવેલા ચેકડેમોમાંથી રેતી,માટી કાઢી જળસંચય માટે ઊંડા કરાવવામાં આવે અને તુટી ગયેલા ચેકડેમો રીપેરીંગ કરાવવા જોઈએ જેથી કરીને પાણીનો સંગ્રહ વધુમાં વધુ કરી શકાય અને ઉનાળામાં પાણીની સમસ્યા મહત્તમ નિવારી શકાય તેમ છે.

નેત્રંગ ટાઉનસહિત પંથક ભરનો વિસ્તાર જંગલ તેમજ પહાડી વિસ્તાર હોવાથી ચોમાસાની સિઝન દરમિયાન રેકોર્ડ બ્રેક વરસાદ વરસતો હોવા છતાં જળસંચય ના અભાવે ઉનાળાની સિઝન આવતા પીવાના પાણી ,સિંચાઈ અને વપરાશના પાણી પણ ઓછા થઈ જતા ભારે તકલીફ ઉભી થાય છે.સરકાર દ્વારા છેલ્લા ચાર ચાર વષઁથી જળસંચય માટે શરૂ કરવામાં આવેલી સુજલામ સુફલામ્ જળ અભિયાન યોજનાનો લાભ દરેક જિલ્લા, તાલુકા ,ગામ્ય કક્ષા સુધી આપવામાં આવે છે.જેનો લાભ લઇને જળસંચય કરી ભવિષ્યનું આયોજન કેટલીક ગ્રામપંચાયતો કરી રહી છે.તેવા સંજોગોમાં નેત્રંગ ટાઉનમાં દર ઉનાળાની સિઝનમા પીવાના પાણીથી લઇને વપરાશના પાણીની ગંભીર સમસ્યા જોવા મળે છે .ત્યારે નેત્રંગ ગ્રામપંચાયત ના સતાધિશો લોકહિતમાં આ યોજના થકી સરકાર દ્વારા અમરાવતી નદીમાં લાલમંટોડીથી લઇને મોરીયાણા સુધી અને વડપાનની સીમથી જલારામ મંદિર સુધીનો બન્ને બાજુના પટમાંથી માટી રેતી કઢાવવા આયોજન થવું જોઈએ. નેત્રંગ લાલમંટોડી થી મોરીયાણા સુધીના વિસ્તારમા નદી પર આવેલા તુટી ગયેલા ચેકડેમો રીપેરીંગ કરાવવા માટે તાત્કાલીક ઠરાવો કરી સરકારમાં રજુઆત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો