શિક્ષણ:શાળાઓમાં કોરોનાની અસર ઘટતા ઓફલાઈન પરીક્ષા શરૂ

નેત્રંગ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધો. 9 થી 12 ના છાત્રોની પરીક્ષાઓમાં કોરોના ગાઈડલાઈનનું પાલન
  • વિદ્યાર્થીઓએ શિક્ષણ કાર્ય હવે અટકે નહિ તેવી લાગણી વ્યક્ત કરી

હાલમાં કોરોનાની બીજી લહેર તેના અંતિમ પડાવ ઉપર હોય તેમ સમગ્ર રાજ્યમાં કોરોનાના નહિવત જણાતા રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 થી 12ની શાળાઓને તારીખ 18મી ઓક્ટોબરને સોમવારથી પ્રથમ કસોટી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. કોરોના કાળને લઈને ગત વર્ષે તો રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને માસ પ્રમોસન આપી પાસ કરી દેવામાં આવ્યા હતા.જ્યારે હાલ કોરોના કેસો નહિવત જણાતા પ્રથમ કસોટીની ઓફલાઈન પરીક્ષા શરૂ કરવામાં આવતા નેત્રંગમાં આવેલ શ્રીમતિ એમ.એમ.ભક્ત હાઇસ્કુલ અને આદર્શનિવાસી શાળા ધોરણ 9-12 જ્યારે શ્રી સાંદિપની વિદ્યાલય ખાતે ધોરણ 9-10ના વિદ્યાર્થીઓની પ્રથમ કસોટીની પરીક્ષા શરૂ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...