પ્રજા હેરાન પરેશાન:નેત્રંગ તાલુકામાં 16 તલાટીની ઘટ, ઈનચાર્જથી ચાલતો વહીવટ

નેત્રંગએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌનો સાથ સૌનો વિકાસના રાજમાં પ્રજા અને અધિકારીઓ પરેશાન
  • નેત્રંગ ટીડીઓને વાલીયાનો ચાર્જ, મામલતદારને વાલીયા - ઝઘડિયાનો ચાર્જ

નેત્રંગ સ્વતંત્ર તાલુકો બનાવ્યા બાદ પણ 78 ગામના લોકોના સરકારી કામોનો નિકાલ તાલુકાની મુખ્ય બે કચેરીઓમાં કર્મચારીઓની ધટથી અને ગ્રામપંચાયતોમાં પણ તલાટીઓની ઘટને લઇને ઝડપી નહિ થતા પ્રજા તોબાપોકરી ઉઠી છે. બીજીતરફ નેત્રંગના ટી. ડી. ઓને વાલીયા તાલુકા પંચાયતનો ચાર્જ અને નેત્રંગ મામલતદારને વાલીયા તેમજ ઝધડીયાનો વધારાનો ચાર્જ થોપી દેવામાં આવ્યો છે. આમ ત્રણે તાલુકાની પ્રજા હેરાન પરેશાન થઇ રહી હોવા છતા તંત્ર દ્વારા નક્કર કામગીરી થતી નથી.

નેત્રંગ તાલુકામાં પંચાયત કચેરી ખાતે 5 અને મામલતદાર કચેરીમાં 9 જ્યારે 16 તલાટીની ઘટ હોવાથી પ્રજાના કામો ઝડપી થતા નથી. નેત્રંગના મામલતદારને વાલીયા તેમજ ઝઘડિયાનો ચાર્જ સોંપવામાં આવતા પ્રજા ધક્કા ખાઇ રહી છે. ગામડામાં સરકારી લાભો કે અન્ય જરૂરી કામો ગ્રામપંચાયત કક્ષએા તલાટીઓ વગર થતા નથી. તેવા સંજોગોમા નેત્રંગ તાલુકાની 39 ગ્રામપંચાયતોમાં જરૂરી મહેકામ મુજબ 39 તલાટી હોવા જોઈએ તેના બદલે 23 તલાટીઓ જ છે. જેમા પણ ફરજ બજાવતા 23 તલાટીઓના માથે મહેસુલી કામગીરી થોકી બેસાડવામા આવતા પોતાની કામગીરી સંતોષકારક કરી શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...