અકસ્માત:પરિવાર માટે રાત્રે હોટલમાંથી જમવાનું લઈને આવતા યુવા અગ્રણીનું મોત

નેત્રંગ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નેત્રંગ તાલુકા ભાજપ યુવા મોર્ચા મહામંત્રીનું અકસ્માતે મોત નિપજ્યું

નેત્રંગ તાલુકા ભાજપા યુવા મોર્ચાના મહામંત્રીનું રમણપરા ગામના બસસ્ટેન્ડ નજીક ઉભેલ ટ્રેક્ટરની ટ્રોલી સાથે અકસ્માત સર્જાતા ભાજપા મહામંત્રી પ્રતીક (ઉર્ફે ચકો) ગુરજી વસાવાનું કરૂણ મોત નીપજતા તાલુકા સહિત જીલ્લા સંગઠનમાં ઘેરો શોક ફેલાયો છે. નેત્રંગ જીનબજાર બજાર વિસ્તારમાં રહેતા ગુરૂજીભાઇ ગોમાભાઇ વસાવાનો પુત્ર પ્રતિકકુમાર ઉર્ફે ચકો વસાવાજે નેત્રંગ તાલુકા યુવા ભાજપના મહામંત્રી તરીકે સંગઠનમાં કાર્યરત હતો.ગતરોજ સાંજના સમયે બાઈક લઇને નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર આવેલ શણકોઇ ગામ નજીક ગજાનન હોટલમાં પરીવાર માટે જમવાનું લેવા માટે ગયો હતો.

ત્યાંથી જમવાનું લઈ પરત ફરતા રમણપરા ગામના બસસ્ટેન્ડ પાસે ઉભેલ ટ્રેક્ટરના ચાલકે પોતાનું ટ્રેક્ટર રોડ ઉપર પાકિઁગ લાઇટ,સિગ્નલ અને રેડીયમ નહીં લગાવી રોડ ઉપર ઉભું રાખ્યું હતું. સામેથી વાહનની લાઈટ આવતા ડઆંખ અંજાય જતા ઊભેલું ટ્રેકટર નહિ દેખાતા પાછળના ભાગે પ્રતીક વસાવા અથડાતા માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા 108માં નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લઇ જવાયા હતા.

સારવાર દરમ્યાન ચકાભાઇ વસાવાનું મોત નિપજ્યું હતું.ગમખ્વાર અકસ્માતની ઘટનની જાણ વાયુવેગે તાલુકાભરમાં પ્રસરતા સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા.પોતાના પરીવારના મોભીનું અકસ્માતમાં મોત નિપજતા પરીવારના સભ્યો અને ગ્રામજનોમાં શોકનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...