તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:મિત્રના જન્મ દિવસની કેક લઇ આવતા યુવકનું મોત

નેત્રંગ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાસવડ પાસે મૌઝાના બે યુવકોને અકસ્માત નડ્યો
  • ઉભેલા ટેક્ટ્રર પાછળ અથડાઈને યુવક 20 ફૂટ ફંગોળાયો

નેત્રંગના ચાસવડ ગામે મિત્રના જન્મદિવસની કેક લઈ પરત આવતા યુવકને કાળ ભરખી ગયો. નેત્રંગના મૌઝા ગામના બે યુવાન મિત્રની બર્થડે ઊજવવા માટે નેત્રંગથી કેકનો ઓડર લઈ પરત ફરી રહ્યાં હતાં. ત્યારે ચાસવડ પાસે શેરડી ભરીને ઊભેલા ટેક્ટ્રરના પાછલા ભાગ સાથે બાઈક અથડાતાં 25 વર્ષીય રિતેશ રણજીત વસાવાનું ઘટનાસ્થળે જ મોત નીજ્યું હતું. જયારે પાછળ બેઠેલા એકને પગમાં ઈજા પહોંચી હતી.મૌઝાનાં 25 વર્ષીય રિતેશ રણજીત વસાવા અને ધર્મેશ વસાવા મોપેડ પર મિત્રના જન્મદિવસની કેક લઈ પરત આવતા સમયે ચાસવડ પાસે શેરડી ભરીને ઊભેલા ટેક્ટ્રરના પાછલા ભાગે અથડાયા હતાં. ઊભેલા ટેક્ટ્રર સાથે વિચિત્ર અકસ્માતમાં નવા મોપેડને ખરોચ પણ આવી નોહતી જ્યારે રિતેશ ટેક્ટ્રર પાછલા ભાગે અથડાઈને 20 ફૂટ આગળ પટકાયો હતો. જ્યાં માથાના આગલા ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો