તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસ્થિકુંભના દર્શન:હરિ પ્રસાદ સ્વામીના અસ્થિકુંભના નેત્રંગ સ્વામિનારાયણ મંદિરે દર્શન

નેત્રંગએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નેત્રંગ ભક્તિધામ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિધામ સોખડાના સંત હરિપ્રસાદસ્વામીજી ધામમાં પ્રયાણ કરતા ત્યાં તેમના અંતિમ દર્શન નહિ કરી શકનારા મુકતોને એમના ચરણસ્પર્સનો લાભ મળે તેમાટે ગતરોજ હરિપ્રસાદસ્વામીજીના અસ્થિકુંભ નેત્રંગ ખાતે લાવવામાં આવ્યો હતો.આ અસ્થિકુંભના દર્શન અને શ્રધ્ધાસુમન અર્પણ કરવા આદિવાસી વિસ્તારમાંથી મુકતો શિસ્તબધ્ધ ઉમટી પડ્યા હતા.મુકતોએ સ્વામીજીના અસ્થિકુંભના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

નેત્રંગ અને આજુબાજુના મુકતો ખૂબ ભાગ્યશાળી છીએ .શકુરભાઈ અને લક્ષ્મણભાઈ ના મળ્યા હોત તો સ્વામી આપને અહીં મળ્યા ના હોત.સ્વામી ચૈતન્ય મંદિર બનાવવા આવ્યા હતા.સંપ ,સૃહદ અને એકતાનો ભાવ સ્વામીએ શીખવાડિયું છે. પ્રેમસ્વરૂપસ્વામી ,પ્રબોધસ્વામી ,દાસ સ્વામી ,ભક્તિવલ્લભ સ્વામી ,લાભશંકર મહારાજ ,અશોકભાઈ પટેલ , અને નેત્રંગ ડેડીયાપાડા સાગબારા રાજપીપળા અને ભરૂચથી મુકતોએ હાજરી આપી સ્વામીજીના અસ્થિકુંભના દર્શન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...