તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાલિયાના ડનસોલીના સરપંચ અને પુત્રનો ગામના પંચાયત સભ્ય ઉપર હુમલો કર્યો હતો. આરટીઆઈ થી માહિતી માંગતા મામલો બીચકયો હતો. જ્યાંઆરટીઆઈથી માહિતી કેમ માંગી એમ કહી પંચાયતમાંથી બહાર ડસડીને ઢોરમાર માર્યો હતો. ઝપાઝપી દરમ્યાન સરપંચે અમિત વસાવાની સોનાની ચેઇન લૂંટી લીધી હતી.
ડણસોલી ગામના સભ્ય અમિત વસાવાએ ડણસોલી ગામની અંદર જ પ્લોટ વેચાણથી ખરિદ્યો હતો. ગ્રામ પંચાયત માં પ્લોટ નામે કરવા માટે અરજી આપી હતી. પરંતુ અરજી આપ્યા ના ત્રણ વર્ષ બાદ પણ પ્લોટ નામે નહિ થતા ટીડીઓ ને રજુવાત કરવામાં આવી હતી. જ્યાં આરટીઆઈ થી માહિતી માંગતા સમગ્ર બાબત ખુલી હતી. જ્યાં ટીડીઓનું દબાણ આવતા ગ્રામપંચાયતના તલાટીએ નિરાકરણ માટે સરપંચને બોલાવ્યા હતા. જ્યાં સરપંચ કાંન્તુ વસાવા અને તેના દીકરા જીતેન્દ્ર વસાવાએ ઉશ્કેરાટ માં અમિત વસાવા ઉપર હુમલો કરી દીધો હતો.
અમિત વાસાવાને આંખ ના ભાગે અને કપાળના ભાગે ગંભીર ઇજા પોહચી હતી. ઇજાગ્રસ્ત અમિતને સારવાર અર્થે ભરૂચ સિવિલમાં રેફર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યાં હતાં.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.