તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:નેત્રંગમાં કરિયાણાના વેપારી કોરોનાના સુપર સ્પ્રેડર બન્યા

નેત્રંગ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તાલુકામાં 15 દિવસમાં 13 નવા કેસ નોંધાયા
 • આરોગ્ય વિભાગ હેલ્થ કાર્ડનું કામ શરૂ કરે તેવી માંગ

નેત્રંગ તાલુકામાં છેલ્લાં પંદર દિવસમાં કોરોનાંના પોઝીટીવ કેસમાં ધરખમ વધારો થયો છે. બુધવારે પણ 10 જેટલા લોકોના ટેસ્ટ કર વામાં આવ્યાં હતાં. જેમાંથી વધુ એકનો કોરોનાં પોઝિટિવ આવ્યો હતો. આમ કુલ 7 જેટલા એક્ટિવ તમામને હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યાં હતાં. છેલ્લા 15 દિવસના સમયમાં નેત્રંગ તાલુકામાં દિન પ્રતિદિન કોરોનાના કેસો માં ધરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે નેત્રંગ ટાઉનમાં આરોગ્ય વિભાગ વડે ફરી હેલ્થ કાર્ડની કામગીરી ફરી ચાલુ કરે એવી લોકમાંગ ઉઠી છે. કરિયાણાના મોટા વેપારી કોરોના સંક્રમિત થતા ને કોરના સુપર સ્પેડર બન્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સુપર સ્પેડરના કારણે અન્ય કેટલાં લોકો કોરોના સંક્રમિત થયાં હશેએ પણ સવાલ ઊભો થયો છે. ત્યારે આગામી સમયમાં આરોગ્ય વિભાગ કેવા પગલાં ભરશે તે હવે જોવુ જ રહ્યું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો