નદીમાં ઘોડાપુર:દોલતપુર પાસે કિમ નદીનો ક્રોઝવે પાણીમાં ડૂબતા અવર જવર બંધ

નેત્રંગએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાણીના કારણે રસ્તા બંધ થઇ જતાં ખેતર અને અન્ય કામથી બહાર ગયેલા લોકો અટવાયા

નેત્રંગ તાલુકામાં વરસાદની બે દિવસના બ્રેક પછી મેદમહેર થઈ છે. વરસાદની ધુઆધાર બેટિંગ થતા વિત્યા 24 કલાકમાં નેત્રંગ તાલુકામાં 2.38 ઈંચ ઉપરાંત વરસાદ ખાબક્યો હતો. સર્વત્ર વરસાદ વરસતા નદી-નાળા અને રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યાં હતા. જ્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાની ઘટના સામે આવી હતી. જ્યારે વધુ વરસાદને લીધે કિમ નદીમાં ઘોડાપુર આવ્યું છે. કિમ નદીમાં પુર આવતા પાચસીમથી નેત્રંગ વચ્ચે આવેલો ક્રોઝવે અને ઝરણાથી ભેંસખેતરને જોડતા ક્રોઝવે પણ ડૂબ્યા હતા.દોલતપુર પાસે આવેલા કિમ નદી ઉપરનો ક્રોઝવે પણ ડૂબી જતા લોકો માટે આવાગમનનો માર્ગ બંધ થયો હતો. સવારે કામ અર્થે બહારગામ ગયેલા લોકો તેમજ ખેતી માટે ગયેલા ખેડુતો માટે ક્રોઝવે ડૂબતા મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

આમ , શનિવાર રાત્રીથી આરંભ થયેલા વરસાદે રવિવારે પણ બેટીંગ ચાલુ રાખી હતી. અને કિમ નદીનું ઘોડાપુર ઓછું ન થતા લોકો ગામની બહાર ક્રોઝવે પાસે ઢોર - ઠાકર, ઘાસચારા સાથે નદીનો ધસમસતો પ્રવાહ ઓછો થવાની રાહ જોઈને પાછલા 6 કલાકથી બેસી રહ્યાં છે.

નદી ઓળગવાની ના પાડતા અમે પાણી ઉતરવાની રાહ જોઇને 6 કલાકથી બેઠા છીએ
સવારે પાણી નોહતું એટલે ક્રોઝવે ઓળગી ખેતીના કામ અર્થે ગયા હતા. કામ પતાવી બપોર જમવા માટે ઘરે જવા નીકળ્યો ત્યારે તો પાણી ખૂબ વહી રહ્યું હતું. જેથી પુલ ઓળગવાની લોકોએ ના પાડતા પાણી ઓછું થવાની રાહ જોઇને અમે બધા બેઠાં છીએ.> પ્રવીણભાઈ, ખેડૂત દોલતપુર

અન્ય સમાચારો પણ છે...