આજે હનુમાન જયંતી:નેત્રંગના મંદિરોમાં ઉજવણીનો ધમધમાટ

નેત્રંગએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હનુમાન ચાલીસાના પાઠ-ડાયરા અને ઠેરઠેર મહાપ્રસાદીનું ભવ્ય આયોજન
  • નેત્રંગ પંથકમાં આવેલાં પૌરાણિક મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ લાગશે

નેત્રંગ પંથક આવેલા હનુમાનજી દાદા ના ત્રણ પૌરાણિક મંદિરો સહિત હનુમાન જયંતીની ભકિતમય માહોલમા આનંદ ઉત્સાહથી ભવ્ય ઉજવણી ભાવિક ભકતજનનો દ્રારા હનુમાન ચાલીસાના પાઠ સાથે કરી રહ્યા છે. જ્યારે મૌઝા ગામનાં મંદિરે ડાયરા નું આયોજન કરાયું છે. બીજી તરફ ગામે દાદાના મંદિરો મા મહાપ્રસાદીનુ પણ ભવ્ય આયોજન થતા મોટી સંખ્યા ભાવિકો દર્શન ની સાથે મહાપ્રસાદી નો લાભ લઇ રહ્યા છે. નેત્રંગ પંથકમા હનુમાન દાદાના ત્રણ પૌરાણિક મંદિરો આવેલાં છે.

શણકોઇ ગામે બાલા હનુમાન દાદાનુ મંદિર, મૌઝા હનુમાનજી મંદિર, વણખુંટા ગામે આવેલ શુરા હનુમાન દાદાનુ મંદિર તેમજ કડીયા ડુંગર ખાતે આવેલ હનુમાન દાદાનુ મંદિર જે પાંડવો ના વનવાસ દરમિયાનનુ છે. કડીયાડુંગર ઉદાસીન અખાડાના બ્રહલીન એવા પ. પુ. ગંગાદાસજી બાપાના આશ્રમ ખાતે અને મૌઝા હનુમાન મંદિરે લઇને છેલ્લા ત્રણ દિવસથી ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યા છે.

જ્યારે જેની પુણાઁહુતિ દાદા ની જયંતી ની ઉજવણી કરીને થસે. વણખુંટા મંદિરે તેમજ શણકોઇ મંદિરે પણ ઓમ હવન સહિત હનુમાન ચાલીસા ના પાઠ તેમજ ભજન કિર્તન સાથે મહાપ્રસાદીનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ છે. પંથકમા આવેલ મૌઝા, વડપાન, જેસપોર, ઝરણાવાડી, કોચબાર, મોટામાલપોર સહિત ગામે ગામ ભાવિકભકતજનનો થકી દાદા ની જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી મહાપસાદી સાથે થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...