તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નેત્રંગથી કેલ્વીકુવા ગામ જવાનો જીન બજારથી ટૂંકો રસ્તો વાહનચાલકો માટે માથાનો દુઃખાવો બની ગયો છે.અગાવની ગામલોકોની કેટલીયે લેખિત રજૂઆતોને પણ ધ્યાન પર નહિ લેવામાં આવતા લોકો ત્રાસી ગયા છે . આ બે કિલોમીટરના રોડ ઉપર મેન્ટલ અને પથ્થરા છુટા પડી જતા અવારનવાર લોકોના વાહનો સ્લીપ થઈ જતા અકસ્માતનો ભોગ બની રહ્યા છે.કેટલીયે સમસ્યાઓ આવી રહી છે પરંતુ આ રસ્તો આમ તો છે જ નહીં પરંતુ જે વધ્યો છે તેને રીપેર પણ કરવામાં નથી આવતો આ રસ્તાને રીપેરીંગ કરાવા લોકોની માંગ ઉઠી રહી છે.
નેત્રંગ તાલુકામાં એનઆરઆઈ ભક્ત પટેલ સમાજની વસ્તી ધરાવતા કેલ્વીકુવા ગામના લોકોએ તેમના ગામના મુખ્ય રસ્તા સ્વખર્ચે આરસીસીના બનાવી સુવિધાઓ ઉભી કરી છે . ત્યારે જિલ્લા અને તાલુકા પંચાયત સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે ગામના તમામ સમાજના લોકોએ રસ્તો રીપેર કરવા માંગણી કરી છે.ત્યારે આ કહેવાતો ડામર રોડ વર્ષોથી ખાડા ,પથ્થરાથી અને ચોમાસે કાદવ કીચડથી ખદબદી રહ્યો છેબેડોલી,ભેંસખેતર,પાંચસીમ,નવાનગર વગેરે ગામોમાં જવા માટે પણ આ રસ્તો સરળ અને ટૂંકો પડે છે.
નેત્રંગ જીનબજારથી કેલ્વીકુવા જવાના રસ્તેથી શાળામાં આવતા વિદ્યાર્થીઓને પણ તકલીફ પડી રહી છે.આ રોડ ઘણા વર્ષો પહેલા સુભાષભાઈ વાંસદિયાના પ્રયાસોથી બન્યો હતો ત્યારબાદ હજુ સુધી નવો તો બન્યો જ નથી પરંતુ રીપેર કરવામાં પણ તંત્ર ઉપેક્ષા કરી રહ્યું છે.સત્વરે આ રસ્તો વહેલી તકે રીપેર કરવામાં આવે અથવાતો નવો મંજુર કરી કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.