નેત્રંગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો ઘણા કિલોમીટરો ચાલીને તો કોઈ કાળઝાળ ગરમીમાં વાહનોમાં તાલુકા સેવાસદન ખાતે તેમના સરકારી આધાર પુરાવા અને જરૂરી દસ્તાવેજ માટે આવતા હોય છે ત્યારે આ તાલુકાની મુખ્ય મામલતદાર કચેરીમાં અરજદારોને પાણી પીવાની તરસ લાગે તો તેના માટે કોઈ વ્યવસ્થા પણ નથી જ્યારે સરકારી કર્મચારીઓ માટે ઠંડુ પીવાનું મિનરલ પાણીના જગ આવે છે. જરૂરી ફોર્મ ભરવા માટે કે લાભાર્થીઓને બેસવા માટે પણ કોઈ સુવિધા નહિ હોવાથી નીચે બેસી જરૂરી ફોર્મ ભરવા પડે છે.
ઉનાળે તડકામાં શૅકાયને આવતા ગરીબ પરિવારના લોકોની ભીડ અને કતાર લાગે છે પરંતુ વહીવતદારો કર્મચારીઓ બેસે ત્યાં બેસી તેમના વહીવટો પતાવે છે.આથી ગરીબ અને સામાન્ય લોકોમાં ઘણો આક્રોશ છવાયેલો છે.નેત્રંગ મામલતદાર કચેરીએ તાલુકાના 78 ગામના લોકો સરકારી કામકાજ અને વિવિધ યોજનાઓના લાભ લેવા આવે છે.
ઉનાળુ વેકેશન હોવાને લઇને શાળાઓમા ભણતા બાળકોને શાળાઓમા જાતિ, આવકનો દાખલા અને આધારકાર્ડ આપવા પડતા હોય છે. ત્યારે મોટીમાત્રામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ જનસેવા કેન્દ્ર ખાતે આવતા ભીડ વધારે જામે છે.આ પ્રજાની સમસ્યા બાબતે નેત્રંગ મામલતદાર હરદાસણી તપાસ કરી જરૂરી સુવિધાઓ ઉભી કરે અને વહીવટદારો પર નજર રાખી યોગ્ય નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી ઉઠી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.