રજૂઆત:1993માં બનેલ બેડોલીની જર્જરીત આંગણવાડી બાળકો માટે જોખમી

નેત્રંગ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દીવાલોમાં તિરાડ અને છત પર કાણાં પડતા ચોમાસામાં મુશ્કેલીઓ વધી
  • નવી મંજૂર કરવા અને કાયમી નિરાકરણ માટે પંચાયતમાં ઠરાવ કરાયો

નેત્રંગને તાલુકાનો દરજ્જો નરેન્દ્ર મોદીએ અપાવ્યા બાદ તાલુકાનો વિકાસ ચારે બાજુથી થઈ રહ્યો છે. પરંતુ જૂની કચેરીઓ અને ભવનોની પણ એટલીજ ઉપેક્ષા થઈ રહી છે. વીસ વર્ષ પહેલાં બનેલી શાળા આંગણવાડી અને આરોગ્યભવનો ખખડધજ થઈ ગયા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તેનું યોગ્ય સમારકામ થતા નથી. ત્યારે 1993 માં બનેલ નેત્રંગ તાલુકાના બેડોલી ગામની આંગણવાડી બાળકો માટે જોખમી બની ગઈ છે.

ત્રેવીસ વર્ષ પહેલાં બેડોલી ગામના બાળકો માટે આંગણવાડી બનાવવામાં આવી હતી. આંગણવાડીમાં બાળકોને બેસવા માટેનો રૂમ છે. 14 જેટલા બાળકો આ આંગણવાડીમાં આવે છે. પરંતુ આંગણવાડી જર્જરિત થતા બાળકોના વાલી ઉપર રોજ ચિંતા છવાયેલી રહે છે. આથી આ આંગણવાડી બાળકો માટે જોખમી બની ગઈ છે. આંગણવાડી નવી બનાવવા માટે ગ્રામજનો દ્વારા માંગણી કરાય છે.

અન્ય સમાચારો પણ છે...