તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:વાલિયાની ભુલેશ્વર નદીમાં ન્હાવા જતા વૃદ્ધ 25 કલાકથી લાપતા બન્યો

નેત્રંગ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વૃદ્ધે પેહેરેલા કપડા ટોકરી નદીના કિનારેથી મળ્યાં, લાશ્કરોએ શોધખોળ શરૂ કરી

વાલિયાના ભુલેશ્વર ગામની ટોકરી નદીમાં ન્હવા પડેલા 72 વર્ષીય વૃદ્ધ 25 કલાક પછી પણ લાપતા છે. જ્યાં સોમવારે ઝઘડિયા અને પાનોલીની લાશ્કરોની ટીમે શોધખોળ આરંભી હતી. 25 કલાકના સર્ચ ઓપરેશન પછી પણ વૃદ્ધ લાપતા છે. રવિવારે સુક્કર ટેટીયા ગામીત સાંજે ચારેક વાગ્યે ખેતી કામ પતાવી ઘરે આવવા નીકળ્યા હતા.નિત્ય ક્રમ પ્રમાણે નદીમાં સાંજે નાહવાની આદત હતી. આમ મોડી રાત સુધી પણ પરત ન ફરતા ઘરના લોકોએ શોધખોળ આરંભી હતી. મોડી રાતે વૃદ્ધના પેરેલા કપડાં નદી કિનારે મળી આવ્યા હતાં. જ્યાં ઘરના કુટુંબી જનોએ શંકાના આધરે પોલીસને જાણ કરી હતી. જાણ કર્યાં બાદ સોમવારે પાનોલી અને ઝઘડિયાના લાશ્કરો ની ટીમ ધટના સ્થળે આવી હતી. જ્યાં સોમવારે સવારે દસેક વાગ્યાથી સાંજ સુધી શોધખોળ આરંભી હતી.

નદી કિનારેથી કપડા મળતા ડૂબ્યાની શંકા
પપ્પાને રોજ નદીએ નાહવા જવાની ટેવ હતી. રવિવારે ખેતર કામ પતાવી ઘરે આવવા નીકળ્યા હતા. મોડી રાત્રે પણ ઘરે ન આવત શકાં ઉપજી હતી. ફડીયા ના જુવાનિયા જોડે શોધખોળ કરી હતી. ખેતરોમાં બૂમો પાડી બેટરી વડે આખું રાંન ખુદી વળ્યા હતા. તે ઉપરાંત આજુબાજુ ના ગામ અને સગાને ફોન કરી ને પૂછ્યું, કોઇ દિવસ કહ્યાં વિના કસે જાય નહિ એ વ્યક્તિ આમ, ગાયબ થઈ જાય એ વિશ્વાસ આવતો નોહતો. પછી રાતે નદી કિનારે જોવા ગયાં ત્યા સવારે પેહ રેલા કપડાં મળી આવ્યાં. ગામનાં જુવાનિયા જોડે કડકડતી ઠંડીમાં જ શંકાના આધારે નદીમાં ડૂબકી લગાવી શોધવા પ્રયત્ન કર્યો હતા. પણ મળ્યાં નહી, આમ સવારે પોલિસ ને જાણ કરી હતી.> સુરેશ ગામીત, વૃદ્ધનો પુત્ર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો