રેસ્ક્યુ:નેત્રંગના કૂપ ગામથી અજાણ્યા વાહની અટફેટે આવેલા પશુને રેસ્ક્યુ કરાયું

નેત્રંગએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેત્રંગથી ડેડીયાપાડાને જોડતા ને. હાઈવે પર કૂપ ગામના સ્ટેશન નજીક રાત્રીના સમયે અજાણ્યા વાહનની અડફેડે પશુ આવી જતા અકસ્માત થયો હતો.બુધવારે રાત્રીના સમયથી એ જ જગ્યાએ મુગું પશુ તડફી રહ્યું હતુ. કૂપ ગામના દિનેશ દેશમુખને ધ્યાન ને આવતા બીજા લોકો ની મદદ લઇ સરકારી વેટરનીટી ડોકટર તેમજ સાચવડ ડેરીના ડોકટર મદદ લેવાઈ હતી. પશુને પુઠના ભાગે ફેક્ચર થતા પોતાની જાતે ઉભું થઈ ચાલી શકવા સમર્થ ન હોવાથી મુંગા પશુને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મુંગા જાનવરને રેસ્ક્યુ કરી દિનેશ દેશમુખના ઘરે લઈ જવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...