આક્ષેપ:ગણેશ સુગરની ખાંડ એક્ષપોર્ટ કરાતા કરોડોનું નુકસાન થયું હોવાનો આક્ષેપ

નેત્રંગએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુગરના ડિરેકટરોએ મેલ કરી તાત્કાલિક પગલાં ભરવા માગણી કરી
  • ક્વિન્ટલ દીઠ 150 રૂપિયા ઓછા ભાવે એક્ષપોર્ટ થયાનો ઉલ્લેખ

ગણેશ શુગરના ચાર ડિરેક્ટરોએ ખાંડ નિયામક ગાંધીનગરને શુગર દ્વારા હાલમાં એક્ષપોર્ટ કરવામાં આવતી ખાંડના વેપારમાં કરોડોની ખોટ કરી વેપાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરી તાત્કાલિક અસરથી પગલાં ભરવા ખાંડ નિયામકને ઈમેઇલ કરી રજુઆત કરી છે. ગણેશ સુગરના ડિરેક્ટરો હેતલકુમાર પટેલ, ધર્મેન્દ્રસિંહ મહિડા, પ્રતાપસિંહ માટીયેડા સુરેન્દ્રસિંહ પરમારે લેખિત ફરીયાદમાં એક્ષપોર્ટ થતી ખાંડના વેપાર બાબતે સુગરના મેનેજીંગ ડિરેકટર અને ઈ.ચેરમેન સંસ્થાના ચુટાયેલા ડીરેકરોની જાણ બહાર થર્ડ પાટીઁ થ્રુ મોટા પ્રમાણમાં ખાંડ એક્ષપોર્ટ કરવામાં આવી રહી છે.

ડિરેક્ટરોને મળતી માહીતિ મુજબ એસ- ૩૦ ખાંડનો ભાવ હાલમા ગણેશ શુગરની આજુબાજુની સંસ્થાઓ કરતા ખુબ નીચા ભાવમાં એક્ષપોર્ટ કરવામાં આવે છે. ક્વીન્ટલના સોથી દોઢસો રૂપિયા આજુબાજુની સંસ્થા કરતા ઓછા ભાવે એક્ષપોર્ટ કરવામાં આવે છે, જેનાથી સંસ્થાને કરોડો રૂપીયાનુ નૂકસાન કરવામાં આવી રહેલ છે. સરકાર હાલમા એક્ષપોર્ટ કરવામાં આવી રહેલ ખાંડના જથ્થાને એક્ષપોર્ટ સબસિડી મળવા પાત્ર નથી‌ તેમ છતા પોતાના અંગત સ્વાર્થ માટે સંસ્થાને કરોડો રૂપીયાનુ નૂકસાન કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...