તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:ડણસોલી ગામે ભેખડમાં છુપાવેલો દારૂ ઝડપાયો

નેત્રંગ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20 હજારનો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર

વાલીયા તાલુકાના ડણસોલી ગામના ટેકરી ફડિયામાં નદીની ભેખડમાં ખાડો ખોદીને છુપાવેલો દારૂ વાલીયા પોલીસે રેડ પાડી ઝડપી પાડ્યો હતો. જ્યાં નાની મોટી દારૂની 170 જેટલી બોટલો મળી આવી હતી. સ્થળ ઉપરથી 20 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

વાલીયા પોલીસે ચોક્કસ બાતમીના આધારે વાલીયા તાલુકાના ડનસોલી ગામના ટેકરી ફડિયામાં રહેતા રમેશ છના વસાવાએ છુપાવેલા સ્થળ ઉપર તપાસ કરી હતી. જ્યાં નદી ની બેખડમાં ઝાડીની આડાસ માં ઊંડો ખાડો ખોદીને વિદેશી દારૂ છુપાવ્યો હતો. જ્યાંથી પોલીસ ને વિદેશી દારુ મળી આવ્યો હતો. આ રેડ દરમિયાન વિદેશી દારૂની નાની મોટી 170 જેટલી બોટલો મળી હતી. 20હજારનો મુદ્દા માલ મળી આવ્યો હતો. રમેશ છના વસાવા વિરુદ્ધ વાલીયા પોલીસે પ્રોહિબીસનનો ગુનો નોંધી વોન્ટેડ જાહેર કરી આરોપીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો