તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદિવાસી શાસન:ચાસવડ ડેરીમાં 60 વર્ષ બાદ આદિવાસી શાસન, 10 રૂપિયાના શેરધારકોને મતદાનનો હક્ક મળતાં આખરે 17 સભ્યોનું આદિવાસી બોર્ડ સત્તામાં આવ્યું

નેત્રંગ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ ચાસવડ દૂધ ડેરીની સ્થાપના 1962માં થયેલી હતી. ત્યારથી આજદિન સુધીમાં આ 60 વર્ષોમાં પહેલી વખત 10 રૂપિયાના શેરધારક સભાસદોને મત આપવાનો અધિકાર મળતા કુલ 17 જેટલા આદિવાસી વ્યવસ્થાપક સમિતિના સભ્ય તરીકે ચૂટાઈ આવ્યા હતા.

આજરોજ આ વ્યવસ્થાપક સમિતિના સભ્યોનો સત્કાર સમારંભ સાથે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતીપ્રમુખ તરીકે કવિ વસાવા અને ઉપ-પ્રમુખ તરીકે અરવિંદ વસાવાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ મંડળીમાં પ્રમુખ અને ઉપપ્રમુખ 60 વર્ષમાં પહેલી વખત આદિવાસી બનતા નવો ઈતિહાસ રચાયો હતો.

ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં વસવાટ કરતી ગરીબ પ્રજાની જીવાદોરી સમાન ચાસવડ ડેરીની વ્યવસ્થાપક સમિતિની ચુંટણીમાં સહકાર પેનલના ૧૭ અને કવિભાઈ વસાવા અને સંજયભાઇ ભગતની આદિવાસી સમાજ સમપૅણ પેનલના ૧૭ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો.જેમાં 464 માંથી 447 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કયૉ હતો આથી ઐતિહાસિક 96.54 % મતદાન થયું હતું.

આજીવિકા સમાન સાબિત થયેલ દૂધ મંડળીને દરેક રીતે આગળ ધપાવીશું
પ્રમુખ પદનો કાર્યભાર સૌના વિશ્વાસ અને આશાઓના નવા કિરણ સાથે સોંપવામાં આવ્યો છે .પ્રમુખ પદના હોદ્દાની સાથે મારા શિરે વિશેષ જવાબદારી નિભાવવાની થાય છે .આ જવાબદારી હું સારી રીતે નિભાવી શકુ તેના માટે સૌનો આભારી છું સાથે સહકારની અપેક્ષા રાખું છું .

આપણે એકબીજાના સાથ સહકારથી મંડળીના સંચાલનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા રહી આપણા વિસ્તારની આજીવિકા સમાન સાબિત થયેલ દૂધ મંડળીને દરેક રીતે આગળ ધપાવીશું .આ વિસ્તારમાં રોજગારીની વધુમાં વધુ તકો ઉભી થાય તેવી તક ઝડપી મંડળીના સંચાલનમાં સાથ અને સહયોગ મેળવી આગળ વધશુ. - કવિ વસાવા પ્રમુખ, દૂધ ડેરી ચાસવડ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો