તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ઝરણાવાડી નજીક કન્ટેનર ચાલકે પીકઅપને ટક્કર મારતા અકસ્માત

નેત્રંગ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બેકરીનો સામાન ભરીને આવતા પીકઅપ ચાલક ગંભીર ઈજાગ્રસ્ત

નેત્રંગ માંડવી હાઈવે ઉપર ચાસવડ અને ઝરણાવાડી ગામ વચ્ચે વહેલી સવારે નેત્રંગ તરફથી આવતા પંજાબ પાર્સિંગના ટ્રકના ચાલકે કડોદરાથી બેકરીનો સામાન ભરીને આવતી પીકઅપને રોંગ સાઈડે આવી ટક્કર મારતા પીકઅપના ફુરચા ઉડી ગયા હતા . તેમાં ભરેલ બેકરીનો સામાન રોડ ઉપર વેરણ છેરણ થઈ જતા લોકો લઈ ગયા હતા.અકસ્માતમાં પીકઅપના ચાલકને ગંભીર ઈજાઓ થતા તેને 108 દ્વારા નજીકના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની નેત્રંગ પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરતના કડોદરાથી મહિન્દ્રા પીકઅપનો ચાલક પૃથ્વીરાજ ચંપાલાલજી રાવ બેકરી પ્રોડક્ટ જેમાં બ્રેડ,ટોસ,બિસ્કિટ,માખણીયા જેવી વસ્તુઓ ભરી નેત્રંગ વેચાણ અર્થે નીકળ્યો હતો.સવારે ઝરણાવાડીથી આગળ ચાસવડ ગામ પહેલા નાળા નજીક નેત્રંગ તરફથી આવતો ટ્રક કન્ટેનર PB-13-BB-1539 ના ચાલકે પુરઝડપે આવી ઓવરટેક કરવા જતાં સામેથી આવતી મહિન્દ્રા પીકઅપને અથાડી અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માત કરી ટ્રક કન્ટેનર ચાલક ફરાર થઈ ગયો હતો.જ્યારે પીકઅપનો ચાલક પૃથ્વીરાજ રાવ કેબિનમાં ફસાઈ જતા લોકોએ બહાર કાઢી સારવાર માટે નેત્રંગ સીએચસીમાં લઈ જવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો