તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કેલ્વીકુવા સ્ટેશન પાસે ડમ્પરે બાઈકને અડફેટે લેતાં યુવકનું સ્થળ પર જ મોત

નેત્રંગ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નેત્રંગ-વાડી રોડ ઉપર કેલ્વીકૂવા પાટીયા પાસે 36 કલાકમાં જ બીજો અકસ્માત સર્જાયો

નેત્રંગ-વાડી રોડ ઉપર આવેલા કેલ્વીકુવા ગામના સ્ટેશન નજીક ડમ્પર ચાલકે એક બાઈકને અડફેટે લેતાં ઘટનાસ્થળે જ યુવકનુ કમકમાટી ભર્યું મોત નિપજયું હતું. જ્યારે આજ સ્થળ નજીક 36 કલાક પેહલા જ મળસ્કે રોડ સાઈડમાં ઊભેલી ટ્રકમાં પાછળથી વાન ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો.શનિવારે બપોરે મૌઝા ગામનો બિપીન દિપસિંગ વસાવા નેત્રંગ ખાતે કામ અર્થે ગયો હતો.

કામ પતાવી ગામ તરફ રીટર્ન થતાં કેલ્વીકુવા ગામના સ્ટેશન નજીક અજાણ્યાં ડમ્પર ચાલકે અડફેટે લેતાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઈજાના પગલે યુવકનુ ધટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયું હતું. રોડ ઉપર આગળ પાછળ કોઈ વાહન ચાલક ન દેખાતાં તકનો લાભ લઈ અજાણ્યો ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો