તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Netrang
  • A Truck Carrying Cotton Overturned Near Naldhari To Avoid An Oncoming Truck, A Truck Carrying Cotton From Netrang To Ankleshwar Met With An Accident, No Casualties.

અકસ્માત:નલધરી પાસે સામેથી આવતી ટ્રકથી બચવા જતા કપાસ ભરેલી ટ્રક પલટી, નેત્રંગથી અંકલેશ્વર તરફ કપાસ ભરીને જઇ રહેલી ટ્રકને અકસ્માત, કોઇ જાનહાની નહી

નેત્રંગ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
નલધરી પાસે સામેથી આવતી ટ્રકથી બચવા જતા કપાસ ભરેલી ટ્રક પલટી. - Divya Bhaskar
નલધરી પાસે સામેથી આવતી ટ્રકથી બચવા જતા કપાસ ભરેલી ટ્રક પલટી.

શનિવારે વહેલી સવારે વાલિયાના તાલુકાના નલધરી ગામ પાસે કપાસ ભરેલી ટ્રકને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં સદનસીબે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો.નેત્રંગ સાઇડ થી કપાસ ભરેલી ટ્રક અંકલેશ્વર તરફ જઈ રહી હતી તે વેળાએ વાલિયાના નલધરી ગામ પાસે વહેલી સવારે સામેથી આવતી ટ્રકને બચાવવાના પ્રયાસમાં ટ્રકનું સંતુલન બગડી જતા કપાસ ભરેલી ટ્રકને અકસ્માતમાં નડ્યો હતો. ટ્રક જગ્યા પર જ પલ્ટી જતા ગાડીમાં ભરેલો કપાસ વેરાઈ ગયો હતો. વધુ કપાસ આજુભાજુ પડતા રોડ સાઈડ કપાસ વેરાયો હતો. જ્યારે અકસ્માત માં ડ્રાયવરને સામાન્ય ઇજા થઈ હતી. સવારે 10 વાગ્યામાં સમયે ક્રેનની મદદથી ટ્રકને બહાર કાઢવામાં આવતી વખતે રોડ પર હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...