તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની હેરફેરી:અરેઠીમાં ટ્રકમાંથી ઠલવાતો 22 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

નેત્રંગ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂ, ટ્રક સાથેે ખેપિયાને પકડી જેલ ભેગો કયો, બે ખેપીયા ફરાર થયા

નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર આવેલ અરેઠી ગામની સીમમાં અશોક લેલન ટ્રક MH-18 E-0286માંથી મોટા જથ્થામાં વિદેશી દારૂ ખાલી કરવાની ફીરાકમાં હોવાની બાતમી મળતા પુરતા પોલીસ બંદોબસ્ત સાથે રેડ કરતાં રંગેહાથ ઝડપાયા ગયા હતા. જેમાંથી તપાસ હાથ ધરતાં ખાખી પુઠ્ઠાની આડમાં અલગ-અલગ બ્રાન્ડની દારૂ અને બીયરની બોટલ નંગ 17 હજાર 232 જેની કિંમત 22 લાખ 61 હજાર 400 અને અશોક લેલન કંપનીની ટ્રક જેની કિંમત 10 લાખ નો મુદામાલ કબ્જે કર્યો હતો.

દારૂની હેરફેરી કરતો ખેપિયો રસીદ હુસેન ખાન ઉ.56 રહે,મનાવર તા.મનાવર જી.ધાર મધ્યપ્રદેશ રંગેહાથ ઝડપાઇ ગયો હતા.આ બાબતે નેત્રંગ પોલીસ મુદ્દામાલ,ટ્રક અને ખેપિયાને કબ્જે કરી વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર અને મોકનાર સલમાન ઝાડીયા પઠાણ રહે,મનાવર તા.મનાવર જી.ધાર મધ્યપ્રદેશ તથા ભાઈજાન રહે,દમણ જેનુ પુરૂ નામઠામ જણાયેલ નથી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથધરી હતી.

અન્ય સમાચારો પણ છે...