તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિકોમાં ડર:આજોલી નવીવસાહતમાં ઘર આંગણે બાંધેલા પશુ પર રાત્રે દીપડાનો હુમલો

નેત્રંગ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અન્ય પશુએ અવાજ કરતાં પરિવારજનો જાગી જતાં દીપડો મારણ મુકીને ભાગ્યો

નેત્રંગના આજોલી ગામે ધર આંગણે બાંધેલી પાડી ઉપર દીપડાએ રાત્રિના સમયે હુમલો કરતા પંથકના પશુપાલકો સહિત ખેડૂતો, ખેતમજુરો મા ભય નો માહોલ જોવા મળી રહયો છે. સોમવારે થયેલાં હુમલામા ગંભીર રીતે ધાયલ પાડીનુ મોત થયુ હતું. નેત્રંગ રાજપારડી રોડ પર જંગલ વિસ્તારને અડીને આવેલા આજોલી ગામના નવીવસાહત ફળીયામા સોમવારની પાછલી રાત્રે ત્રણ થી ચાર ના સમયગાળા દરમિયાન સુખદેવ વસાવા ના ધર આંગણે બાંધેલા પશુઓમાંથી પાડીનો શિકાર કરવા માટે દીપડાએ તરાપ મારી હતી.

દીપડા ના હુમલા થી આંગણે બાંધેલા બધાં પશુ ઓ એક સાથે અવાજ કરતા ,અચાનક એકસામટો અવાજ સાંભળી સુખદેવ વસાવા તેમજ ફડિયાના અન્ય લોકો પણ જાગી ગયા હતા. લોકોએ ભેગાં મળી દીપડાને ભગાડ્યો હતો. જ્યારે દિપડાના હુમલાથી પાડીને ગંભીર ઇજાઓ થતા તે મરણ પામી હતી. ઘટનાની જાણ નેત્રંગ વન વિભાગ કરવામાં આવતા વનવિભાગના કર્મચારીઓ ધટના સ્થળે પહોંચી દીપડા ને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો