તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:કારની ટક્કરે બાઇક સવાર દંપતી પટકાયું, પતિનું મોત

નેત્રંગએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેત્રંગના દત્તનગર-ચીકલોટા વચ્ચે અકસ્માત
  • પત્નીને ઇજાઓ થતા સારવાર માટે ખસેડાઇ

નેત્રંગ તાલુકાના મોદલીયા (ભદામ કંપની) ગામના ખેડૂત મીનેષ રાવજી પટેલ(ઉંવ.54) સાંજના સમયે તેમના પત્ની શર્મિષ્ઠાબેન સાથે તેમની બાઈક લઈ નેત્રંગ શાકભાજી ખરીદવા માટે આવી રહ્યા હતા. તે અરસામાં મોરીયાણા ગામથી આગળ દત્તનગર ગામના પાટીયા નજીક સુદામાની ઝૂંપડી પાસે મારૂતિ કંપનીની સ્વીફ્ટ કારના ચાલકે પુરઝડપે મોદલીયા તરફથી આવતી બાઇકને ટક્કર મારી હતી. જેમાં ખેડૂત દંપતી રોડ પર ફંગોળાઈ ગયા હતા.

જેથી મિનેષને માથાના ભાગે તેમજ હાથમાં ગંભીર ઇજાઓ અને શર્મિષ્ઠાબેનને પણ માથાના પાછળના ભાગે પીઠ પાછળ થતા નાની મોટી ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે રાહદારીઓ ભેગા થઈ ગયા હતા. બંને પતિ-પત્નીને 108 દ્વારા નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યાં હતા.

જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મીનેષભાઈ પટેલનું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે શર્મિષ્ઠાબેનની સારવાર કરી ઘરે રવાના કરવામાં આવ્યા હતા.મૃતક મિનેશભાઈ પટેલની લાશનું પોસ્ટ મોર્ટમ નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કરાયું હતું. પોલીસે પુત્રએ નોંધાવેલી ફરિયાદના આધારે ફરાર થઇ ગયેલા કાર ચાલકની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...